દેશ-વિદેશ
News of Saturday, 31st October 2020

ચીનની એક દમ નજીક હોવા છતાં પણ આ દેશમાં નથી પણ નવો કેસ

નવી દિલ્હી: ચીનના કોરોના વાયરસથી આખી દુનિયા પરેશાન છે ત્યારે ચીનથી બિલકુલ નજીક આવેલા દેશમાં કોરોનાનો એક પણ કેસ છેલ્લા 6 મહિનાથી નોંધાયો નથી. આ દેશનુ નામ તાઈવાન છે.જોકે એ અલગ વાત છે કે, ચીન તેને અલગ દેશ નથી ગણતુ.તાઈવાને કોરોના પર કાબૂ મેળવવામાં ભારે સફળતા પ્રાપ્ત કરી છે.તાઈવાનમાં કોરોનાનો છેલ્લો કેસ 12 એપ્રિલે નોંધાયો હતો.એ પછી આજે 200 દિવસ થઈ ગયા પણ સંક્રમણ ફેલાયુ નથી.

           તાઈવાનની વસતી 2.30 કરોડની છે.અહીંયા કોરોનાના 550 કેસ નોંધાયા હતા.માત્ર સાત લોકોના જ હજી સુધી મોત થયા છે.જાણકારોનુ કહેવુ છે કે, તાઈવાને શરુઆતના તબક્કામાં જ બોર્ડરો સીલ કરી દીધી હતા અને ડોમેસ્ટિક ટ્રાવેલ પર પણ નજર રાખી હતી.ઉપરાંત ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકો માટે ક્વોરેન્ટાઈનાના નિયમો અમલમાં મુક્યા હતા.આ પહેલા તાઈવાનમાં સાર્સની બીમારી ફેલાઈ હતી જે અનુભવ તાઈવાનને કામ લાગ્યો હતો.નાગરિકો માટે માસ્ક પણ ફરજિયાત બનાવાયા હતા અને કોન્ટેક્ટ ટ્રેસિંગમાં પણ તાઈવાન સરકારે કોઈ ઢિલાશ રાખી નહોતી.

(5:04 pm IST)