દેશ-વિદેશ
News of Thursday, 31st October 2019

આવનાર સમય હશે ઇલેક્ટ્રિક કારનો: એંજિનિયરોએ બનાવી માત્ર 10 મિનિટમાં ચાર્જ થનાર બેટરી

નવી દિલ્હી: જો તમે પણ ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટેની યોજના બનાવી રહ્યા છો અને તમારા મનમાં તેને ચાજ કરવાની વાતને લઈને જુદા જુદા પ્રકારના ભ્રમ થઇ રહ્યા છે તો હવે તેને ભૂલી જવાની જરૂર છે એન્જીનીયરોની ટીમે હવે એક એવી ઇલેક્ટ્રિક કારને ચાર્જ કરવાની વ્યવસ્થા કરી છે જેથી સહુ કોઈની મુસીબત હળવી થઇ જાય.

             એંજિનિયરોએ એવી બેટરીની શોધ કરી છે જે માત્ર 10 મિનિટમાં ચાર્જ થઇ જાય અને તેને લગભગ 200 મિલ સુધી ચલાવી શકાય તેટલી આ બેટરી ચાલે તેવી શોધ એંજીનીયરો દ્વારા કરવામાં આવી છે. અમેરિકાના પેન સ્ટેટ યુનિવર્સીટીના શોધકર્તાઓનું કહેવું છે કે આવનાર સમયમાં ઇલેક્ટ્રિક કારોની સંખ્યામાં વધારો થઇ શકે છે અને લોકોને ચાર્જ કરવાની મુસીબતમાંથી પણ છુટકારો મળી શકે તેમ છે.

(6:13 pm IST)