દેશ-વિદેશ
News of Thursday, 31st October 2019

આ શખ્સે પોતાના જીવ પર આવીને શ્વાનનો જીવ બચાવ્યો: સોશિયલ મીડિયા પર થયા ખુબજ વખાણ

નવી દિલ્હી: ચીનમાં એક શ્વાનનો જીવ બચાવવાનો વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો ખુબજ તેના વખાણ કરી રહ્યા છે આ ઘટના ચીનની છે જ્યાં એક શખ્સે પોતના જીવ પર આવીને એક શ્વાનનો જીવ બચાવ્યો છે આ વીડિયોને ટવીટરના માધ્યમથી શેર કરવામાં આવ્યો છે.

                            મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લોકો આ વિડીયો જોઈને આ શખ્સના ખુબજ વખાણ કરી રહ્યા છે વીડિયોમાં માલુમ પડી રહ્યું છે કે શ્વાન પાણીમાં ડૂબી રહ્યું છે અને તે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે સફળ નથી જતો આ દરમ્યાન એક શખ્સ ત્યાં આવે છે અને તે આ શ્વાનને બહાર કાઢવામાં ખુબજ મહેનત કરે છે અને પોતાનો જીવ જોખમમાં નાખીને તે આ શ્વાનનો બચાવ કરે છે.

(6:09 pm IST)