દેશ-વિદેશ
News of Thursday, 31st October 2019

ભારત અને સાઉદી અરબ પ્રથમવાર કરશે સંયુક્ત નૌસેનાનો અભ્યાસ

નવી દિલ્હી: ભારત અને સાઉદી અરબ પોતાના પ્રથમ સંયુક્ત નૌસૈનિક અભ્યાસ આવતા વર્ષે માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં શરૂ કરશે સૂત્રોદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બને પક્ષ રક્ષા અને સુરક્ષાના વિસ્તારમાં સહયોગ વધારવા પર સહમત થયા છે. આ વિષે જાણકારી રાખનાર એક ભારતીય સૂત્રએ જણાવ્યું છે કે પ્રસ્તાવિત અભ્યાસો વિષે એક તૈયારી બેઠક આ મહિનાની શરૂઆતમાં ભારતમાં થઇ હતી.

                       મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક બીજી બેઠક ડિસેમ્બરમાં પણ થશે બને પક્ષો વચ્ચે માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં સંયુક્ત નૌસેનાનો અભ્યાસ થશે. ખાડી સામ્રાજ્ય પશ્ચિમી હિંદ સાગરમાં ભારત સાથે પોતાના સમુદ્રી સહયોગને વધારવા માટે ઈચ્છે છે અને આ અંગે પણ વાતચીત થશે તેવું માલુમ પડી રહ્યું છે.

(6:09 pm IST)