દેશ-વિદેશ
News of Thursday, 31st October 2019

આંખે પાટા બાંધી, ત્રણ દડા ઉછાળતાં-ઉછાળતાં દોડવાનો રેકોર્ડ બનાવ્યો આ ભાઇએ

ન્યુયોર્ક તા ૩૧  : અવનવા રેકોર્ડ બનાવનારાઓનો દુનિયામૉ તોટો નથી, એમાંય અમેરિકાનો ડેવિડ રશ તો રેકોર્ડ બનાવવા માટે જ જન્મ્યો છે. તેણે પોતાના નામે ૧૩૦ કરતા વધુ રેકોર્ડ બનાવ્યા છે. આ વખતે તેણે બંધ આંખે જગલિંગ કરવાની સાથે દોડવાનું સાહસ કર્યુ છે, અને આ રીતે એક માઇલથી વધુ અંતર કાપીને રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

એમેરિકાના ઇડાહો શહેરના ' ડેવિડ રશે આંખે પાટા બાંધીને હાથમા઼ દડા ઉછાળવાનું અને દોડવાનું એમ બેવડું કામ કર્યુ હતું. ગિનેસ વર્લ્ડ રેકોર્ડે આ માટે ૮ મિનીટ અને ૩૫ સેકન્ડની સમય મર્યાદા આપી હતી. જોકે ડેવિડે ૭ મીનીટ અનેે ૫૪.૨૨ સેકન્ડ્સમાં એક માઇલનું અંતર કાપી લીધું હતું. તેની સાથે બે રનર અને એક સાઇકલિસ્ટ પણ હતા, જેમનાં પગલાંના અવાજે અને સાઇકલિસ્ટની ઇન્સ્ટ્રકશનથી તે દોડવાના રસ્તા પર સ્ટ્રેટ પોઝિશન સાથે દોડી શકયો હતો.

(3:11 pm IST)