News of Saturday, 31st August 2019
અમેરિકાએ જિબ્રાલ્ટર દ્વારા મુકત કરવામાં આવેલ ઇરાની તેલ ટેન્કરને બ્લેકલીસ્ટ કર્યુ
અમેરિકાએ ઇરાની તેલ ટેન્કર આદ્રિયાન દરિયાને આ કહેતા બ્લેકલીસ્ટ કરી દીધુ કે એમની પાસે વિશ્વસનીય જાણકારી છે કે ટેન્કર દ્વારા બશર અલ-રસદના શાસન પર વ્યાપક પ્રતિબંધોની અવહેલના કરી તેલ સિરીયા મોકલવામાં આવી રહ્યું હતુ.
આ ટેન્કરને બ્રિટીશ મરીન્સએ જુલાઇમાં જપ્ત કર્યુ હતુ. જેને જિબ્રાલ્ટરએ પછી મુકત કરી દીધેલ હતુ. અમેરિકાનો વિરોધ હોવા છતાં જિબ્રાલ્ટરએ ટેન્કર છોડયું હતુ.
(11:12 pm IST)