દેશ-વિદેશ
News of Saturday, 31st July 2021

દક્ષિણ તુર્કીના જંગલમાં લાગેલ ભયાનક આગ શહેરો સુધી પહોંચી વળતા અનેક વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા

નવી દિલ્હી: દક્ષિણ તૂર્કીના જંગલમાં લાગેલી ભયાનક આગ હવે શહેરો સુધી પહોંચી ગઇ છે અને તૂર્કીની સરકારે અનેક વિસ્તારો ખાલી કરાવવાનું શરૂ કરી દીધુ છે. અત્યાર સુધીમાં ત્રણ લોકો આગમાં ઘેરાઇને મૃત્યુ પામ્યા છે. જયારે 50થી વધુ ઇજાગ્રસ્ત બન્યા છે. દક્ષિણ તૂર્કીના જંગલમાં 60 સ્થળોએ આગની ઘટનાઓ નોંધાઇ છે અને તેને બૂઝાવવા માટે હેલીકોપ્ટરની પણ મદદ લેવાઇ છે. તો બીજી તરફ લેબનોનના જંગલમાં પણ ભયાનક આગ શરૂ થઇ છે. આ જ વિસ્તારમાં લોકો પોતાના આવાસ છોડીને સમુદ્રી કિનારા ભણી નાસવા લાગ્યા છે. તૂર્કીની સરકારે જાહેર કર્યુ છે કે આગને હજુ પૂર્ણ રીતે કાબુમાં લાવતા 8 થી 10 દિવસ લાગી શકે છે.

 

(4:21 pm IST)