દેશ-વિદેશ
News of Friday, 31st July 2020

મંગળ ગ્રહ પર 8 સફળ લેન્ડિંગ બાદ અમેરિકાની સ્પેસ એજન્સી નાસા કરી રહ્યું છે રોવર લોચિંગની તૈયારી

નવી દિલ્હી: મંગળ ગ્રહ પર સફળ લેન્ડિંગ બાદ અમેરિકાની સ્પેસ એજન્સી નાસા ૩૦ જુલાઈએ Perseverance રોવરના લોન્ચિંગની તૈયારી કરી રહી છે. નાસાએ મિશનને માર્સ ૨૦૨૦ નામ આપ્યું છે. દરમિયાન રોવર મંગળની ધરતી પર જીવન હતું કે નહીં તેની જાણકારી એકત્ર કરશે.

            રોવરની સાથે Ingenuity નામનું એક નાનું હેલિકોપ્ટર પણ જઈ રહ્યું છે. જે મંગળની ધરતી પર એકલા ઉડવાનો પ્રયાસ કરશે. મંગળનું વાતાવરણ ઘણું અલગ છે. આવા વાતાવરણમાં હેલિકોપ્ટર જમીનથીથી ૧૦ ફૂટ ઉંચું ઉઠશે અને એક વખતમાં ફૂટ સુધી આગળ જશે. દર પ્રયાસની સાથે તે વધુ આગળ વધવાનો પ્રયાસ કરશે. પ્રોજેક્ટ મેનેજર મિમિ આંગે કહ્યું કે, તે રાઈટ બ્રધર્સની પહેલી ઉડાણ જેટલું રોમાંચકારી હશે.દરમિયાન હેલિકોપ્ટરની પાસે ઉડાણ ફરવા માટે મહિનાનો સમય હશે. તે સફળ થયા બાદ ભવિષ્યમાં સ્પેસ યાત્રીઓ અને રોબોટ્‌સને મંગળ ગ્રહ પર આવા હેલિકોપ્ટર્સ દ્વારા એક સ્થાનથી બીજા સ્થાન સુધી જતા જોઈ શકાય તેવી શક્યતા છે. Perseverance રોવરમાં અત્યાધુનિક લેન્ડિંગ ટેકનિકથી લેસ છે.તે ઉપરાંત રોવરમાં ઘણા કેમેરા અને માઈક્રોફોન લાગલા છે, જે મંગળ ગ્રહની તસવીર અને ત્યાંના અવાજને રેકોર્ડ કરશે.

(5:55 pm IST)