દેશ-વિદેશ
News of Tuesday, 31st July 2018

જાપાનમાં નવતર પ્રયોગઃ બ્યુટી ક્લીનીક અને ડર્મેન્ટોલોજી ચેઇન દ્વારા માર્કેટીંગ માટે યુવતિઓની બગલમાં સ્ટીકર લગાવીને કલાકના છ હજાર રૂપિયાનું મહેનતાણુ આપે છે

ટોકિયોઃ જાપાનમાં યુવતિઓ બગલમાં સ્ટીકર લગાવીને અેક કલાકના રૂપિયા ૬૦૦૦ જેટલી કમાણી કરી લે છે.

જાપાનમાં આજકાલ બગલમાં સ્ટિકર લગાવીને પોતાના ફોટો પોસ્ટ યુવતીઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. જો તમને એમ લાગતું હોય કે આ વળી કોઈ નવી ફેશન આવી હોય તો જરા થોભી જજો.. આ કોઈ ફેશન નથી, પરંતુ બગલમાં સ્ટીકર લગાવીને જાપાનની યુવતીઓ કલાકના છ હજાર રુપિયા સુધીની તગડી કમાણી કરી રહી છે.

આ યુવતીઓ પોતાની બગલમાં જે સ્ટીકર લગાવીને ફરી રહી છે, તે બીજું કંઈ નહીં પરંતુ ખરેખર તો એક એડ કેમ્પેઈન છે. જેમાં એક બ્યૂટિ ક્લિનિક અને ડર્મેન્ટોલોજી ચેઈન પોતાનું માર્કેટિંગ કરવા માટે આ યુવતીઓને કામ પર રાખી રહી છે. આ મોડેલ્સના શરીરને જ એડવર્ટાઈઝિંગના માધ્યમ તરીકે યુઝ કરાઈ રહ્યું છે. આ યુનિક બિઝનેસ આઈડિયાએ ખાસ્સી ચર્ચા પણ જગાવી છે.

આમ તો ગર્લ્સ માટે વેક્સિંગ એક પેઈનફુલ પ્રોસેસ હોય છે, પરંતુ આ ગર્લ્સ જે બ્રાન્ડ એડ કરી રહી છે, તે પેઈનલેસ હેર રિમૂવલની સર્વિસ આપે છે, અને આ મોડેલ્સની ક્લીન શેવ્ડ બગલમાં લાગેલા સ્ટીકર્સ પણ પ્રોડક્ટ વિશે ઘણુંબધું કહી જાય છે. આ ગર્લ્સને સ્ટીકર લગાવીને ક્યાંય ફરવાનું નથી હોતું, બસ પોતાના ફોટોગ્રાફ્સને સોશિયલ મીડિયા પર શેર કરવાના હોય છે.

જાપાનમાં કોઈના શરીરનો જ એડ માટે ઉપયોગ કરાયો હોય તેવી આ પહેલી ઘટના નથી. દુનિયાના અલગ-અલગ દેશોમાં પણ શરીર પર જે-તે બ્રાંડને પ્રમોટ કરવાના પ્રયોગ થઈ ચૂક્યા છે. એક વાર તો એક પ્રેગનેન્ટ મહિલાએ પોતાના પેટ પર કોઈક બ્રાન્ડનો લોગો અને એડ લગાવીને તેની એડવર્ટાઈઝિંગ કરી કમાણી કરી હતી.

(6:40 pm IST)