દેશ-વિદેશ
News of Tuesday, 31st July 2018

સ્માર્ટફોનનો ઓછો ઉપયોગ કરો નહિંતર..

આજના આ ટેકનોલોજીના યુગમાં બધી જરૂરી વસ્તુઓ આંગળીના ટેરવે મળી રહે છે. વ્યકિત પોતાના નાની-મોટી બધી જરૂરીયાતને પૂરી કરવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. તેમજ આખો દિવસ મોબાઈલમાં ગપશપ કરે છે અને ગેઈમ્સ રમે છે. અત્યારે કોઈને મોબાઈલ વગર ચાલતુ નથી. પરંતુ, આ જરૂરીયાત આદત બને તે પહેલા તેને રોકી લો. તેનાથી તમને કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

જે લોકોને સ્માર્ટ ફોનની આદત હોય છે, તે પોતાની ખુુશીઓ વર્ચુઅલ દુનિયામાં શોધે છે. જેના કારણે તે વાસ્તવિક જીવનમાં એકલા જ રહી જાય છે. એટલુ જ નહિં, એવા લોકો વધારે એકલતા, દુઃખ અને વ્યાકુળતાથી હેરાન રહે છે.

ઙ્ગએટલુ જ નહિં, એવા લોકો પોતાનો વધારે સમય કોમ્પ્યુટર સ્ક્રીન પર જ પસાર કરે છે. જેના કારણે માત્રને માત્ર તેનો સમય જ વેડફાય છે અને તે જીવનમાં ઘણુ ગુમાવે છે.

જ્યારે તમે લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેઠા રહો છો, તો તમે ફીઝીકલ એકટીવીટી થતી નથી. ફીઝીકલ એકટીવીટી ન થવાના કારણે તમને કેટલીય બીમારીઓ ઘેરી લે છે.

(9:53 am IST)