દેશ-વિદેશ
News of Thursday, 31st May 2018

ધાતુ અને કાચની કોઇપણ ચીજ આ મેગ્નેટમેનના શરીરે ચોંટી જાય છે

વરસૌ તા. ૩૧ :.. પોલેન્ડમાં રહેતા વાલ્દેમર બોઝર નામના ભાઇ પોતાની જાતને મેગ્નેટમેન ગણાવે છે. દુનિયામાં આવો દાવો કરતા બીજા પણ અનેક લોકો છે જેમના શરીર પર કોઇપણ ધાતુની ચીજ મુકવામાં આવે તો એ ગુરુત્વાકર્ષણ બળથી નીચે પડી જવાને બદલે  ત્વચા સાથે ચીપકી રહે છે. ર૦૦૪ માં પહેલી વાર આ ભાઇને પોતાના શરીરની આવી ચુંબકીય શકિતનો અહેસાસ થયો હતો. વાલ્દેમરના શરીર પર કાચની ચીજો પણ ચોટી જાય છે. ચમચી, ડબ્બા, ફોન જેવી નાની ચીજો હોય કે ઇસ્ત્રી જેવી ભારેખમ આઇટમ, મેગ્નેટમેનના શરીર પરથી એ જરાય સરકી પડતી નથી. વૈજ્ઞાનિકો આ પ્રકારની ચંુબકીય શકિતને સ્કેલર એનર્જી કહે  છે, પરંતુ આ ભાઇહવે પોતાની આ શકિતને દૈવી શકિત ગણાવીને લોકોનાં દુખદર્દ દૂર કરવાનો દાવા કરી રહ્યા છે. મેગ્નેટિક એનર્જીની મદદથી  વધુ  ઊર્જાવાન થવા અને શારીરિક પીડાઓ દૂર કરવા માટે હવે લોકો તેના ઘરે લાઇન લગાવતા થઇ ગયા છે.

(4:16 pm IST)