દેશ-વિદેશ
News of Thursday, 31st May 2018

દૂધી ખાવો રહો તંદુરસ્ત

દૂધી આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. દૂધી સરળતાથી બજારમાં મળી રહે છે. દૂધીમાં કેટલાય પ્રકારના ગુણ હોય છે. દૂધી કેટલીય ગંભીર બીમારીઓમાં ઔષધી તરીકે કામ કરે છે. આજકાલના જમાનામાં લોકો દૂધી ખાતા નથી પરંતુ, આ ખૂબ જ ફાયદાકારક શાકભાજી છે.

વજન ઓછુ કરવા : લોકો એ વાત જાણતા જ નથી કે દૂધી ખાવાથી વજન ઘટાડી શકાય છે. દૂધી વધારે ઝડપથી વજન ઓછુ કરે છે. દૂધીનું જ્યૂસ નિયમીત પીવો. તમે ઈચ્છો તો તેનો ઉકાળીને ઉપયોગ કરી શકો છો.

ચહેરા પર ચમક આવે : દૂધીમાં નેચરલ પાણી હોય છે. તેના નિયમીત ઉપયોગથી પ્રાકૃતિક રીતે ચહેરા પર નીખાર આવે છે. દૂધીની સ્લાઈસ કાપીને ચહેરા પર મસાજ કરવાથી પણ ચહેરા પર નિખાર આવે છે.

ડાયાબીટીસના દર્દી માટે : ડાયાબીટીશના દર્દીઓ માટે દૂધી વરદાનથી કમ નથી. દરરોજ સવારે ખાલી પેટ દૂધીનું જ્યૂસ પીવાથી ડાયાબીટીશના દર્દીઓને ખૂબ જ ફાયદો થાય છે.

(10:26 am IST)