દેશ-વિદેશ
News of Tuesday, 31st March 2020

ઇંગ્લેન્ડમાં એકબીજાને ડુંગળીની રીંગ પહેરાવીને અનોખી રીતે કર્યા લગ્ન

વોશિંગટન: કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયામાં ભયનો માહોલ છવાઈ ગયો છે. દુનિયામાં આ વાયરસથી પીડિતો દર્દીઓની સંખ્યા 7 લાખથી વધુ છે. એવામાં લોકો ધણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.

આ વચ્ચે ઈંગલેન્ડના એક કપલે કંઇક એવું કર્યું કે જેનાથી સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ કપલે એકબીજાને રિંગ પહેરાવી છે. પરંતુ આ રિંગમાં કંઇક એવું છે જેનાથી આ સમગ્ર મામલો દુનિયાની નજરમાં આવ્યો છે.

ઈંગ્લેન્ડમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના કારણે લગ્ન કરવાની તે જગ્યા બંધ કરવામાં આવી હતી. જેનાથી આ કપલ (એડમ વુડ્સ અને લારા એક્ટન)એ બુક કરાવી હતી. પરંતુ આ કપલે હાર ના સ્વિકારી અને એક બીજાના ઓનિયનથી બનેલી રિંગ પહેરાવી હતી.

આ કપલ બર્ગર કિંગના એક આઉટલેટ પર ગયા અને કેટલીક ઓનિયન રિંગ્સ (ખાવાની ડીશ) ઓર્ડર કરી હતી. આ ઓનિયન રિંગ્સ એકદમ ગોળ હોય છે. ત્યારબાદ એડમે તેની પ્રેમિકા લારાને ઓનિયન રિંગ પહેરાવવાનો નિર્ણય કર્યો. એડમ તેની કાર પાસે આવ્યો અને તેની પ્રેમિકાને કહ્યું કે, શું આપણે બંને એકબીજાને રિંગ પહેરાવી શકીએ છીએ...

તમને જણાવી દઇએ કે, કોરોના વાયરસના કારણે દરેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. યૂકેમાં 17 હજારથી વધારે લોકો કોરોનાથી પીડિત છે અને અહીં અત્યાર સુધીમાં 1 હજારથી વધારે લોકોના મોત થઇ ગયા છે. યૂકેના પીએમ બોરિસ જોનસન પણ કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળી રહ્યું છે.

(4:24 pm IST)