દેશ-વિદેશ
News of Wednesday, 31st January 2018

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનના પીએમ સાથે વાત કરવામાં માટે કર્યો ઇન્કાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહિદ ખકાન અબ્બાસી સાથે ફોન પર વાતચીત કરવા માટે ના કહી દીધી છે.અબ્બાસીએ ગનીને કાબુલમાં થયેલ આતંકી હુમલાને સંબંધિત પોતાની સંવેદના જતાવવા માટે ફોન કર્યો હતો પરંતુ એક મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે ગનીએ ચોખ્ખા શબ્દોમાં અબ્બાસી સાથે વાતચીત કરવાની ના કહી દીધી છે.

(6:18 pm IST)