દેશ-વિદેશ
News of Monday, 30th November 2020

ઓએમજી.... ભિખારી જેવો દેખાતો આ શખ્સ 12 લાખની ગાડી ખરીદી ગયો

નવી દિલ્હી: થાઈલેન્ડમાં હાર્લી એન્ડ ડેવિડસન મોટરસાયકલના શો રુમ પર આવી જ ઘટના બની હતી.એક વૃધ્ધ જેવો લાગતો વ્યક્તિ શો રુમ પર પહોંચ્યો હતો અને બહારથી મોટર સાયકલો જોવા માંડ્યો હતો.એ પછી જ્યારે તે શો રુમની અંદર જવા ગયો તો તેના ભીખારી જેવા કપડા જોઈને સિક્યુરિટી ગાર્ડે અટકાવી દીધો હતો.

     એ બાદ મથામણ કરીને શો રુમમાં પહોંચેલા લુંગ ડેચા નામના આ વ્યક્તિએ કહ્યુ હતુ કે, મારે બાઈક ખરીદવી છે પણ તેને જોઈને શો રુમના કર્મચારીઓને પણ તેની વાત મજાક લાગી હતી.જોકે લુંગ પોતાની વાત પર અડગ રહ્યા હતા.તેમણે મેનેજરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.લુંગના હાથમાં એક બેગ પણ હતી. 12 લાખ રુપિયાની બાઈક ખરીદવા માટે લુંગે બેગમાંથી રોકડ રકમ કાઢીને કાઉન્ટર પર મુકી ત્યારે બધાની આંખો પહોળી થઈ ગઈ હતી અને કર્મચારીઓને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. ભીખારી જેવા કપડામાં બાઈક સાથે લુંગનો ફોટો સોશ્યલ મિડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.

(9:55 am IST)