દેશ-વિદેશ
News of Monday, 30th November 2020

જાપાનમાં કોરોનાથી નહીં પરંતુ આત્મહત્યાની ઘટનામાં થયો વધારો

નવી દિલ્હી: કોરોનાએ આખા વિશ્વમાં અફરાતફરી મચાવી રાખી છે. ત્યારે જાપાનમાં મોટી સંખ્યામાં લોકોના મોત કોરોનાથી નહીં, પરંતું આત્મહત્યાથી થઈ ગયા છે. માત્ર વર્ષ 2020મા જ જાપાનમાં 2153 લોકોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું છે, તો કોરોનાથી આખા વર્ષમાં જાપાનમાં માત્ર કુલ મોતોની સંખ્યા 2087 છે. એટલે આખા વર્ષમાં જાપાનમાં કોરોનાના કારણે જેટલા લોકોના મોત થયા છે, તેનાથી વધારે તો માત્ર એક જ મહિનામાં આત્મહત્યા થઈ ગઈ. આમ અમે નથી કહી રહ્યા. જાપાન સરકારે પોતે આ સ્યુસાઇડ ડેટા જાહેર કર્યા છે. જાપાનની વસ્તી લગભગ 12 કરોડ છે. અહીં કોરોનાના કુલ કેસ અત્યાર સુધી 1 લાખ 42 હજાર છે. CNNના રિપોર્ટ મુજબ કોરોનાથી જાપાનમાં માત્ર 2087 લોકોના જ મોત થયા છે, પરંતુ મહામારીના કારણે ઘણાં લોકોની જિંદગી પ્રભાવિત થઈ છે.

(5:32 pm IST)