દેશ-વિદેશ
News of Saturday, 30th November 2019

આફ્રિકાના દેશોમાં પોલિયો ફરી ફેલાતા ભારે હાહાકાર

વેક્સીનના વાયરસથી ફરી પોલિયો રોગ : નાઇઝિરિયા, કોન્ગો, આફ્રિકી દેશ અને અંગોલામાં નવ કેસ સપાટી પર આવતા તબીબ ભારે ચિંતાનુ મોજુ ફેલાયુ

નવી દિલ્હી,તા. ૩૦ : ચારથી વધારે આફ્રિકન દેશમાં ઓરલ વેકસીન સાથે જોડાયેલા પોલિયોના નવા કેસ સપાટી પર આવતા હાહાકાર મચી ગયો છે. હકીકતમાં પોલિયો વાયરસથી ગ્રસ્ત લોકોની તુલનામાં હવે તેના ઓરલ વેક્સીનના કારણે જન્મ લઇ રહેલા વાયરસના કારણે બાળકો વધારે વિકલાગ બની રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન અને તેની સાથે જોડાયેલા ગ્રુપ દ્વારા છેલ્લા સપ્તાહમાં નાઇઝિરાયા, કોંગો, સેન્ટ્રલ આફ્રિકન રિપબલ્કિન અને અંગોલામાં વેક્સીનના કારણે નવ નવા મામલા સપાટી પર આવતા ખળભળાટ મચી ગયો છે. પોલિયોના પ્રકોપવાળા સાત અન્ય આફ્રિકન દેશોની સાથે  એશિયામાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આ પ્રકારના કેસો સપાટી પર આવ્યા હતા. સામાન્ય રીતે પાંચ વર્ષથી નીચેની વયના બાળકોને પોલિયો વધારે અસર કરે છે. આશરે ૨૦૦ ઇન્ફેક્શનગ્રસ્ત પૈકી એકને પોલિયોની અસર થઇ જાય છે. અથવા તો એક લકવાગ્રસ્ત થઇ જાય છે.

                     આ લકવાગ્રસ્ત લોકો પૈકી ૫-૧૦ ટકાના મોત બ્રિથિંગ મસલ્સ વિકલાલાગ થઇ જવાના કારણે થાય છે. વિકાસશીલ દેશોમાં ઓરલ વેક્સીનનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. તેના ઓછા ખર્ચ અને દુર સુધી નેટવર્કના કારણે તેનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. જેમાં પ્રતિ દવા માત્ર બે ટિપા રહે છે. પશ્ચિમી દેશોમાં વેક્સીનના વધારે મોંઘા ઇન્જેક્ટેબલ વર્જનનો ઉપયોગ કરવામાં આવે છે. નિષ્ણાંતોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો કેટલાક મામલામાં ઓરલ પોલિયો વેક્સીનમાં રહેલા લાઇવ વાયરસ પોતાનામાં ફેરફાર કરીને નવા તરીકાથી ઘાતક સ્વરૂપમાં આવી જાય છે. વેક્સીનના કારણે પોલિયોના જે નવા મામલા સપાટી પર આવ્યા છે તેમાં વેક્સીનમાં રહેલા ટાઇપ-૨ વાયરસ દ્વારા અટેક કરવામાં આવ્યા હતા. ભારત સહિત દુનિયાના દેશો દ્વારા જુદા જુદા પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવેસરના કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. જો કે આંકડા પર નજર કરવામાં આવે તો વર્ષ ૨૦૦૦ સુધી પોલિયો નાબુદીના લક્ષ્યની સાથે આગળ વધવાની ઝુંબેશને ફાયદો થયો હતો. વર્ષ ૧૯૮૮મં પોલિયો નાબુદી અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. પોલિયોના મામલામાં વર્ષ ૧૯૮૮ બાદથી ૯૯ ટકા કરતા વધારે ઘટાડો થઇ ચુક્યો છે. વર્ષ ૧૯૮૮માં જ્યાં ૧૨૫ દેશોમાં ૩૫૦૦૦૦ મામલા આવ્યા હતા ત્યાં વર્ષ ૨૦૧૮માં ૩૩ મામલા સપાટી પર આવ્યા હતા.

                      હાલમાં એક નિષ્ણાંત પેનલે કહ્યુ હતુ કે આનાથી દુર કરવા માટે નવી રણનિતી પર કામ કરવામાં આવનાર છે. પોલિયો નાબુદી કાર્યક્રમના પ્રમુખ ડોક્ટર પાસ્કલ મકંડાએ કહ્યુ છે કે આવા મામલામાં વધારાનો મુખ્ય કારણ ૧૦૦ ટકા  ટકા ટિકાકરણ ન રહેવાની સમાન છે.

(8:23 pm IST)