દેશ-વિદેશ
News of Friday, 30th October 2020

બ્લેક વિડો એક્ટ્રેસ સ્કારલેટ જ્હોનસને ત્રીજા લગ્ન કર્યા

હોલિવૂડની અભિનેત્રીએ ચૂપચાપ લગ્ન કરી લીધા : સ્કારલેટ જ્હોનસન અમેરિકન કોમેડિયન કોલિન જોસ્ટ સાથે ૨૦૧૭થી ડેટ કરતી હતી,બન્ને વર્ષ ૨૦૦૬માં મળ્યા

ટોરન્ટો, તા. ૩૦ : સ્કારલેટ જ્હોનસનના ત્રીજા લગ્ન ચર્ચામાં છે. કહેવાઈ રહ્યું છે કે સ્કારલેટે અમેરિકન કોમેડિયન કોલિન જોસ્ટ સાથે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે. 'બ્લેક વિડો' એક્ટ્રેસ સ્કારલેટ જ્હોનસને પોતાના લગ્નની કોઈ જાહેરાત કરી નથી. ચર્ચા છે કે સ્કારલેટ અને જોસ્ટે પાછલા અઠવાડિયા લગ્ન કરી લીધા. જણાવી દઈએ કે બંને ૨૦૧૭થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જોસ્ટ મુજબ બંનેની પહેલી મુલાકાત ૨૦૦૬માં થઈ હતી.

મિલ્સ ઓન વ્હીલ્સના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટથી સ્કારલેટના લગ્નની જાહેરાત કરાઈ છે. પોસ્ટમાં શિપની તસવીર દેખાઈ રહી છે, જેના પર લખ્યું છે- જસ્ટ મેરિડ. ફેન્સ કપલને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે પહેલા વર્ષ ૨૦૦૮માં સ્કારલેટ જ્હોનસને પોતાના પ્રેમી કેનેડાના રાયન રેનલ્ડ્ઝ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન માત્ર વર્ષ ટકી શક્યા અને બંને વર્ષ ૨૦૧૧માં અલગ થઈ ગયા હતા. બાદ લર્ષ ૨૦૧૪માં સ્કારલેટની લાઈફમાં રોમેન ડાઉરિક આવ્યો અને લગ્ન પણ લગભગ વર્ષ ટકી શક્યા અને વર્ષ ૨૦૧૭માં બંનેના ડિવોર્સ થઈ ગયા. લગ્નથી બંનેને રોસ ડોરોર્થી ડાઉરિક નામનું એક બાળક થયું હતું.

નોંધનીય છે કે સ્કારલેટ જ્હોનસન અવેન્જર્સ સીરિઝની ફિલ્મોમાં દર્શકોનું ભરપૂર મનોરંજન કરી ચૂકી છે. ઉપરાંત તેની આગામી ફિલ્મ 'બ્લેક વિડો' છે, જે પહેલા ૨૦૨૦માં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાયરસની મહામારીને જોતા તેની રિલીઝ ડેટ ઘણીવારઆગળ વધારવામાં આવી અને હવે તેને મે ૨૦૨૧માં રિલીઝ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.

(7:34 pm IST)