દેશ-વિદેશ
News of Monday, 30th August 2021

ઈંગ્લેન્ડમાં રહેતી આ મહિલાએ કર્યો એલિયન્સ હોવાનો દાવો

નવી દિલ્હી: ઈંગ્લેન્ડમાં સેન્ટ હેલેન્સમાં રહેતી લેવી હાઈકોકે એવું જણાવ્યું હતું કે, તેણે આકાશમાં એક અજાણી વસ્તુને ઉડતા જોઈ હતી. આ વસ્તું જ્યારે નજર સામે આવી ત્યારે થોડા સમય માટે તે ચોંકી ગઈ હતી. લેવીએ કહ્યું કે, ગત અઠવાડિયે જ્યારે તે 10 વાગ્યા આસપાસ પોતાની દોસ્ત સાથે લોંગ ડ્રાઈવ પર નીકળી હતી. એક જગ્યાએ ઊભા રહીને જોયું તો કંઈક અલગ દેખાયું હતું. એ દિવસ પૂનમ હતી અને એ ચંદ્રનો ફોટો ક્લિક કરવા માટે કેમેરો સેટ કર્યો હતો. સ્નેપચેટની મદદથી ફોટો ક્લિક કરવા પ્રયાસ કર્યો પણ ફોટો સ્પષ્ટ આવ્યો નહીં. એ પછી લેવીએ પોતાના ફોનમાંથી ફોટો ક્લિક કર્યો. ફોટો ક્લિક કર્યો એ દરમિયાન બ્લું રંગની એક અજાણી વસ્તુ આકાશમાં ઉડતી જોવા મળી હતી. પછી તેણે તરત પોતાની દોસ્તને બોલાવી અને દેખાડ્યું. બંને એ ઉડતી વસ્તુને જોઈને ચોંકી ગયા હતા. લેવીએ દાવો કર્યો હતો કે, તે UFO છે. એ પછી લેવીએ ફેસબુક પર એ ફોટો ગ્રૂપમાં શેર કર્યો હતો. બીજા પાસેથી પણ જાણવા પ્રયત્ન કર્યો કે, આવું કંઈ જોવા મળ્યું છે? લેવીએ કહ્યું કે, મેં અને મારી ફ્રેન્ડે જ્યારે આ વસ્તું જોઈ ત્યારે ઘણું આશ્ચર્ય થયું. એ કોઈ વિમાન જેવું દેખાતું હતું.

(5:13 pm IST)