દેશ-વિદેશ
News of Thursday, 30th July 2020

રસ્તા પર ફળ વેચતી આ યુવતી કોઈ સામાન્ય નથી:કર્યું છે ભૌતિક શાસ્ત્રમાં પીએચડી

નવી દિલ્હી: અભ્યાસની લગની હોય અને તેમ છતાં નસીબ સાથ ન આપે ત્યારે કેવી કરુણતા સર્જાઈ શકે એ ભૌતિક શાસ્ત્રમાં પીએચડી કરનારી ડોકટર રઈસા અન્સારીની દાસ્તાન પરથી ખ્યાલ આવી શકે છે. હાલમાં તે ઈન્દોરના માલવા વિસ્તારમાં રસ્તા પર કેરીનો ઠેલો લઈને બેઠેલી જોવા મળે છે. જયારે ફેરિયાઓને હટાવવા આવેલા પાલિકાના કર્મચારીઓ સાથે તે વિવાદમાં ઉતરીને તેમને અંગ્રેજીમાં ખરી-ખોટી સંભળાવવા લાગી ત્યારે તેના વાઈરલ થયેલા વિડીયોમાં લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું અને યુનિવર્સિટીના પ્રોફેસરોએ તેને ઓળખી કાઢી. તે ભણેલી-ગણેલી અને સાયન્ટીસ્ટ છે એ વાતની ખબર એ પછીથી જાહેર થઈ. ઈન્દોરની દેવી અહલ્યાબાઈ યુનિવર્સિટીની સ્કુલ ઓફ ફીઝીકસથી ફર્સ્ટ કલાસમાં એમએસસી પાસ કર્યા પછી એ જ યુનિવર્સિટીની સ્કુલ ઓફ ઈન્સ્ટ્રુમેન્ટમાંથી મટીરીયલ સાયન્સમાં પીએચડી કરનારી ડોકટર રઈસા સીએનઆઈઆરની ફેલોશીપ પર આઈઆઈએસઈઆર કલકતામાં રિસર્ચ કરી હતી એ સમયે તેને બેલ્જીયમમાં રિસર્ચની તક મળી હતી. પરંતુ એ માટે તેના રિસર્ચ હેડની સહી આવશ્યક હતી. રિસર્ચ સાથે જોડાવા માટે ઓફર લેટર તૈયાર હોવા છતાં રિસર્ચ ગાઈડે સહી કરવાની ના પાડી દેતાં તક હાથમાંથી જતી રહી હતી.

(5:48 pm IST)