News of Monday, 30th July 2018
આ ત્રણ શખ્સોએ અજગરના મોઢામાંથી શ્વાનનો જીવ બચાવ્યો
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર દિવસે ને દિવસે ઘણું બધું વાયરલ થતું રહે છે અને હાલમાં જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ત્રણ વ્યક્તિ હિંમત દેખાડીને એક શ્વાનને અજગરની જપટમાંથી બચાવી રહ્યા છે આ વિડીયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે જેમાં ત્રણ વ્યક્તિ સાથે મળીને એક શ્વાનને અજગરની ચુંગાલમાંથી બચાવી રહ્યા છે.હજુ સુધી એ જાણવામાં આવી રહ્યું નથી આ ઘટના ક્યાંની છે પરંતુ સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં ઘણા બધા લોકો આ વીડિયોને જોઈ ચુક્યા છે.
(3:38 pm IST)