દેશ-વિદેશ
News of Thursday, 30th June 2022

બ્રાઝિલમાં એબોર્શન પીલ્સ પર રોક લગાવવામાં આવતા મહિલાઓ ડ્રગ્સનો સહારો લેતી હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકામાં એબોર્શન પર પ્રતિબંધ લદાતા લોકોને ત્યાં પણ બ્રાઝિલ જેવી સ્થિતિ સર્જાવાનો ભય છે. બ્રાઝિલમાં એબોર્શન બૅન થયા બાદ એબોર્શન પિલ્સ વેચવા પર પ્રતિબંધ છે. ડ્રગ ડીલર્સ આ પિલ્સ બ્લેક માર્કેટમાં વેચી રહ્યા છે. જરૂરિયાતમંદ મહિલાઓ અને ખાસ કરીને ટીનએજર્સ ડૉક્ટરની સલાહ વિના સીધી ડ્રગ ડીલર્સ પાસેથી આ પિલ્સ ખરીદી રહી છે. તેના કારણે મહિલાઓ સીધી ડ્રગ ડીલર્સના સંપર્કમાં આવવા લાગતા હ્યુમન ટ્રાફિકિંગ (માનવ તસ્કરી)નું જોખમ વધી ગયું. પરિણામે સરકારે અજાણતા મહિલાઓને જોખમમાં મૂકી દીધી. નોંધનીય છે કે બ્રાઝિલમાં વર્ષ 1890થી જ ગર્ભપાત ગેરકાયદે છે. 1940માં એવી મહિલાઓને અપવાદ ગણાઇ કે જે દુષ્કર્મ કે જાતીય ઉત્પીડનથી ગર્ભવતી થઇ હોય. પ્રતિબંધોને કારણે મહિલાઓએ એબોર્શનનો સરળ રસ્તો શોધી કાઢ્યો. તેઓ ગર્ભપાત માટે અપાતી દવા લેવા લાગી. ગત નવેમ્બરમાં જ જેના નામની 23 વર્ષની એક કોલેજ સ્ટુડન્ટે ડ્રગ ડીલર પાસેથી 22 હજાર રૂ.માં 8 એબોર્શન પિલ ખરીદી. તેનાથી ઘરે જ 2 મહિનામાં ગર્ભપાત થઇ ગયો પણ કેટલાંય અઠવાડિયાં સુધી બ્લીડિંગ થતું રહ્યું. તે માનસિક રીતે પરેશાન થઇ પણ કોઇની મદદ ન લઇ શકી. બ્રાઝિલમાં ગર્ભપાતની સજા 3 વર્ષની કેદ છે. 7 અઠવાડિયાં સુધી હાલત ન સુધરતા તે મહિલા ક્લિનિકમાં સારવાર માટે ગઇ. સારું છે કે કોઇએ ગર્ભપાતની પોલીસને જાણ ન કરી.

(6:31 pm IST)