દેશ-વિદેશ
News of Thursday, 30th June 2022

કંપનીએ ભૂલથી ૧.૪ કરોડ રૂપિયાનો પગાર મોકલી દીધો

કર્મચારી રાજીનામું આપી ફરાર

લંડન,તા. ૩૦: આપણે બધા જાણીએ છીએ કે એક મહિના સુધી કામ કર્યા પછી કર્મચારીઓ આતુરતાથી પગારની રાહ જોતા હોય છે, કારણ કે પગાર આખા મહિનાના ખર્ચને આવરી લે છે. આટલું જ નહીં, ઘણી વખત મહિનાના અંતિમ દિવસોમાં લોકોના પૈસા ખલાસ થઈ જાય છે, તેથી તેઓ કરકસરમાં રહે છે. ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને વધુ મહેનત કરવી પડે છે અને તેઓ પગારનું મહત્‍વ સારી રીતે જાણે છે. હવે જરા વિચારો કે જો તમારો પગાર ૪૦-૫૦ હજાર રૂપિયા હોય અને તેના બદલે ખાતામાં કરોડો રૂપિયા આવી જાય તો? તમારા મગજમાં એ દોડતું જ હશે કે આ કેવી રીતે થયું. કંપની તરફથી આવી ભૂલ સપનામાં જ થઈ શકે છે. પરંતુ એક સત્‍ય ઘટના છે. એક કંપનીએ ભૂલથી તેના એક કર્મચારીને ૨૮૬ ગણો એટલે કે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય ચલણમાં આ રકમ લગભગ ૧.૪ કરોડ રૂપિયા હશે. સાથે જ કંપની આ અંગે કંઈ કરે તે પહેલા જ તે વ્‍યક્‍તિ પૈસા લઈને ફરાર થઈ ગયો હતો.

કંપની દ્વારા પગાર મળતાની સાથે જ કર્મચારીઓના ચહેરા પર સ્‍મિત આવી જાય છે. જો કે, એક વિચિત્ર કિસ્‍સામાં, એક કર્મચારીને તેના વિચાર કરતાં વધુ પગાર મળ્‍યો, જે પછી તેણે રાજીનામું આપી ગાયબ થઈ ગયો. હા, કંપનીએ આકસ્‍મિક રીતે કર્મચારીને હજારો-લાખ નહીં, પરંતુ એક કરોડથી વધુ પગાર આપી દીધો. પગાર મળતાં જ કર્મચારી રાજીનામું આપી દીધું અને ગાયબ થઈ ગયો.

કંપનીએ આ બાબતે વ્‍યક્‍તિની પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેનું એકાઉન્‍ટ પણ ચેક કરવામાં આવ્‍યું હતું. પહેલા તો તે વ્‍યક્‍તિ પૈસા પરત કરવા રાજી થયો, પરંતુ બીજા દિવસે લોકો તેની રાહ જોતા રહ્યા. જયારે કંપનીને બેંક તરફથી કોઈ સૂચના ન મળી, ત્‍યારે વ્‍યક્‍તિનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો, પરંતુ તેનો ક્‍યાંય પત્તો લાગ્‍યો ન હતો.

આ ઘટના ચિલીમાં સેસિનાસ (સ્‍પેનિશ મૂળના નિર્જલીકૃત માંસનો એક પ્રકાર)ની સૌથી મોટી કંપનીની છે. જયારે કંપની કર્મચારીઓને પગાર ટ્રાન્‍સફર કરી રહી હતી, ત્‍યારે એક ભૂલ આવી હતી. જેના કારણે આટલી મોટી ભૂલ થઈ હતી. સ્‍થાનિક મીડિયા અનુસાર, કંપનીએ ભૂલથી કર્મચારીને ૫૦૦,૦૦૦ (૪૩,૦૦૦ રૂપિયા)ને બદલે ૧૬૫,૩૯૮,૮૫૧ ચિલીયન પેસો (રૂ. ૧.૪૨ કરોડ) ચૂકવ્‍યા હતા.

આ સમગ્ર ઘટના ફૂડ ઈન્‍ડસ્‍ટ્રીયલ કોન્‍સોર્ટિયમ (Cial)ના HR સેક્‍ટરમાં બની હતી. તે એવી કંપની છે જે સાન જોર્જ, લા પ્રિફેરિડા અને વિન્‍ટર જેવી મહત્‍વપૂર્ણ ચિલીની બ્રાન્‍ડને નિયંત્રિત કરે છે. 

(10:11 am IST)