દેશ-વિદેશ
News of Tuesday, 30th June 2020

કોરોનાને લઈને જર્મનના લોકો માને છે કંઈક આવું

નવી દિલ્હી: કોરોના નામ ભલે અત્યારે નવું લાગતું હોય પરંતુ ૧૮૦૦ વર્ષ પહેલા જર્મનીમાં કોરોના નામના એક મહિલા સંત હતા જેમની ચેપી રોગોથી બચવા માટે પૂજા થતી હતી. આમ કોરોના નામ જર્મનીવાસીઓ માટે સદીઓ જુનું અને જાણીતું નામ છે. એક જર્મન વેબસાઇટમાં જણાવ્યા અનુસાર કોરોના વાયરસની ફેલાયેલી મહામારીના દોરમાં કેટલાક લોકોનું ધ્યાન ઇસાઇ સંત કોરોના તરફ ગયું છે. આજથી ૧૮૦૦ વર્ષ પહેલા રોમન શાસકોએ તેમના પર ત્રાસ ગુજારવાથી મુત્યુ થયું હતું.

             મી સદીમાં કેથીડ્રલ પહેલા પવિત્ર રોમન સમ્રાટ શાર્લેમાગ્નેના સમાધિ સ્થળ તરીકે પ્રસિધ્ધ છે. જેમનું દેહાંત ઇસ ૮૧૪માં થયું હતું ત્યાર પછી કાળમાં જર્મન રાજાઓ અને રાણીઓના રાજયાભિષેકની પરંપરા રહી છે. આજે પણ એક મહત્વના તિર્થસ્થળ તરીકે કેથીડ્રલની માન્યતા છે. ઓટો તૃતિયએ સંત કોરોનાનું પ્રથમ આલેખન કર્યુ હતું. જેને ૨૦ મી સદીની શરુઆતમાં મુખ્ય સમાધિસ્થળ પર લાવવામાં આવ્યું હતું.

(6:32 pm IST)