હાલમાં સોશિયલ મીડિયામાં માનવ જેવા દેખાતા ચામાચીડિયાના વીડિયોએ ધૂમ મચાવી દીધી
નવી દિલ્હી: સોશિયલ મીડિયામાં રોજ અવનવા વીડિયો વાયરલ થતાં આપણે જોઈએ જ છીએ. એ વાયરલ વીડિયોમાં, ડાન્સ, મસ્તી, રોમાન્સ, નોલેજ સહિત જાતજાતનું જોવા અને જાણવા મળે છે. હવે તો સ્માર્ટ જમાનામાં પોતાની ક્રિએટિવિટી દર્શાવવા જાતજાતની એપ પણ વિકસિત કરી લેવામાં આવી છે. એવી પણ એપો છે જેને મોબાઈલમાં ડાઉનલોડ કર્યા બાદ એડિટિંગ કરીને વીડિયો નવેસરથી બનાવી શકાય છે, એ બધુ આપણે જાણીએ જ છીએ. પરંતુ શું તમે ક્યારેય માનવ આકારનું ચામરચીડિયું જોયું છે? ભાગ્યે જ જોયું હશે. ના જોયું હોય તો જરાયે ચિંતા ન કરશો આજે અમે તમને માનવ આકારના ચામરચીડિયા અંગે જણાવવા જઈ રહ્યા છીએ. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે, એ ચામરચીડિયું સામાન્ય બીજા ચામરચીડિયાઓ જેવુ નથી, પરંતુ તેમાં વિશાળકાય માણસ જેવુ દેખાતું ચામરચીડિયું જોવા મળે છે.