દેશ-વિદેશ
News of Tuesday, 30th June 2020

ઓએમજી.... અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષની સુગંધ ધરાવતું પર્ફ્યૂમ બનાવ્યું

નવી દિલ્હી: અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષની સુગંધ ધરાવતું પર્ફ્યૂમ બનાવ્યું છે. તેને ' સ્પેસ( Eau de Space)' નામ આપ્યું છે. પર્ફ્યૂમમાં ધરતી પર વસતા લોકો માટે આકાશની સુગંધ ભરેલી છે. જો કે, પર્ફ્યૂમ અંતરિક્ષયાત્રીઓ માટે બનાવ્યું છે, જેથી તેમને પરસેવાની સમસ્યાથી તકલીફ ના પડે. સ્ટીવ પીઅર્સીએ નાસા માટે પર્ફ્યૂમ બનાવ્યું છે. તેઓ કેમિસ્ટ અને ઓમેગા ઇન્ગ્રેડીઅન્ટના ફાઉન્ડર છે. વર્ષ 2008માં નાસાએ સ્ટીવને પર્ફ્યૂમ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પર્ફ્યૂમના પ્રોડક્ટ મેનેજર મેટ રિચમંડે જણાવ્યું કે, અંતરિક્ષની સુગંધવાળું પરફેક્ટ પર્ફ્યૂમ બનાવતા સ્ટીવને ચાર વર્ષ લાગ્યા. પર્ફ્યૂમથી સ્પેસમાં પણ એસ્ટ્રોનોટને પોતાના શરીરના પરસેવાની ગંધ નહિ આવે પર્ફ્યૂમ બનાવવા પાછળ કંપનીનો હેતુ વિદ્યાર્થીઓમાં STEM એટલે કે સ્પેસ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સમાં રસ વધારવાનો પણ છે. કંપની ચંદ્રની સુગંધનું પર્ફ્યૂમ પણ રિલીઝ કરવાનું વિચારી રહી છે.

(6:22 pm IST)