દેશ-વિદેશ
News of Tuesday, 30th June 2020

કોરોનાની મહામારી વચ્ચે હવે ચીનમાં સામે આવ્યો એક નવા પ્રકારનો જીવલેણ વાયરસ

નવી દિલ્હી: સમગ્ર વિશ્વ હજુ કોરોના વાયરસની ચૂંગાલમાં ફસાયું છે, ત્યારે ચીનના વિજ્ઞાનીઓએ એક નવા પ્રકારના સ્વાઈન ફલુનો પતો મેળવ્યો છે, જે મહામારીનું રૂખ લેવા સક્ષમ છે. પ્રસિદ્ધ એક અભ્યાસમાં વાત જણાવાઈ છે. વાયરસને જી-4 નામ આપવામાં આવ્યું છે. આનુવાંશિક રીતે એચ-1 એન-1નું એક સ્વરૂપ છે, જે 2019માં મહામારીનું કારણ બન્યું હતું.

           ચીનની યુનિવર્સિટીઓ અને ચીનના રોગ નિયંત્રણ કેન્દ્રોના વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ વાયરસમાં મનુષ્યોમાં સંક્રમીત જવા માટે અનુકુલીત હોવાની તમામ જરૂરી ચીજો છે. 2011થી 2018 સુધી વિજ્ઞાનીઓએ ચીનના 10 પ્રાંતો અને એક પશુ ચીકીત્સક હોસ્પીટલમાં 30000 સુધરોની નાકના સ્લેબ લીધા હતા.

(6:22 pm IST)