દેશ-વિદેશ
News of Saturday, 30th June 2018

જયારે સફારી પાર્કમાં સિંહણ પ્રવાસીઓને ભેટીને કિસ કરવા લાગી

નવી દિલ્હી તા ૩૦ : કોઇ સફારી પાર્કમાં ઘુંમતા જંગલી પ્રાણીઓ જોવામાં જે થ્રિલ છે એ પાંજરે પુરાયેલા પ્રાણીઓ જોવામાં નથી જોકે તમેઓપન સફારીમાં ફરતા હો અને આજુબાજુમાં સિંહ-સિંહણો આવી ચડે ત્યારે શું થાય ? હજીયે વધુ કલ્પના કરોકે કોઇ સિંહણ તમારી જીપમાં જ ચડી આવે હને તમનેગળે વળગીને ભેટે, ચાટે, અને તમારા ખોળામાંથી ઊતરવાનું નામ ન લે તો ?કલ્પના રૂવાંડા ખડા કરી દે એવી છે ને? તાજેતરમાં પુરોપના ક્રિમીયાના તાઇગન સફારી પાર્કમાં આકલ્પના હકીકત બની ગઇ હતી. રાધર તાઇગન સફારી નામના આ પ્રાઇવેેટ પાર્કમાં અવારનવાર આવા દ્રશ્યો જોવા મળે છે. અહીં રેસ્કયુ કરવામાં આવેલા જંંગલી પ્રાણીઓને રાખવામાં આવ્યાં છે તેમને મુકત વાતાવરણ અપાયું છે. અને છતાં પાર્કનામાલીક અને કેટલાક રખેવાળલની સ્નગરાનીમાં એમને ટ્રેઇન કરવામાં આવ્યાં છે. ૫૦ વર્ષનો ઓલેગ ઝુકોવ આ પાર્કનો માલિક છે અને જગવિખ્યાતસિંહ પ્રેમી છે. કહેવાય છે કે તેની હાજરીમાં સિંહ-સિંહણ ખુબ પાળતુઅનેકહ્યાગરા થઇને રહે છે.

આ પાર્કમાં બે વર્ષ પહેલા રેસ્કયુ કરીને લાવવામાં આવેલી લીલા નામનીસિંહણ હવે ત્રણ વર્ષની છે.રશિયાના એક ઝું મા તે એટલી માંદી હતી કેતેને મારી નાખવાનું નક્કી કરવામાં આવેલું ઓલેગ ઝુકાવે એ વખતે એક વર્ષની લીલાને એડોપ્ટ કરી અને એને આ પાર્કમાં લઇ આવ્યા હતા. ડાયટ અને દવા દ્વારા આજે લીલા એકદમ તંદુરસ્ત થઇ ગઇ છે અને થોડાક સમય પશેલાં જ એણેએક લિલુ નામના બચ્ચાને જન્મ આપ્યો છે. લીલા આ પાર્કમાં આવનારા લોકોની સાથે ખુબ સરળતાથી હળીમળી જાય છે. આ વિડીયોમાં એને એક ટુરિસ્ટને ભેટતી, ચાટતી અને ગળે વળગીને વહાલ વરસાવતી જોઇ શકાય છે. ટુરિસ્ટો ડરે છે, પણ તે જાણે બધાને જ પાોતાની બાથમાં ભરી લેવા હોય એમ તેમને વહાલથી વળગે છે.ઓફ કોર્સ આ બધુ પાર્કના માલિક ઓલેગ ઝુકોવની હાજરીમાંજ થાય છે. અને જયારે પ્રવાસીઓ વધુ ડરે છે એવું લાગે ત્યારે માલિક લીલાને ણ્રેમથસ ઉંચકીને દુર ખસેડી દે છે.

(3:41 pm IST)