દેશ-વિદેશ
News of Wednesday, 30th May 2018

છોકરાઓની હાર્ડ સ્કિનને સોફટ બનાવે છે આ ફેશ પેક

ઉનાળામાં તેજ હવા અને તડકાના કારણે ત્વચાને ખાસ સંભાળની જરૂર હોય છે. આ ઋતુમાં ચાલતી તેજ અને ગરમ હવા ત્વચાની નેચરલ નમીનો નાશ કરે છે. નમીની ખામીના કારણે ત્વચા ખેંચાવી, ડ્રાઈનેસ અને ત્વચા ફાટી જવી, જેવી સમસ્યાઓ થાય છે. છોકરાઓની ત્વચા છોકરીઓની સરખામણીએ ખૂબ જ હાર્ડ હોય છે. છોકરાઓ પોતાની ત્વચાને મુલાયમ બનાવવા માટે ક્રીમ અને લોશનનો ઉપયોગ કરે છે. આ ક્રિમ અને લોશનની અસર થોડીવાર માટે રહે છે. કેટલાક એવા ફેશપેક છે જે છોકરાઓની ત્વચાને મુલાયમ બનાવી શકે છે.

૧. જો તમે તમારી ત્વચાને નેચરલ રીતે સોફટ બનાવવા ઈચ્છો છો તો દૂધનો ઉપયોગ કરો. ચહેરા ઉપર દૂધનો ઉપયોગ કરવાથી ત્વચા ઉંડાણથી સાફ થઈ જાય છે. અને ત્વચા પર રહેલ ડેડ સ્કીન પણ સાફ થઈ જાય છે. તેથી એક વાટકામાં કાચુ દૂધ લો. હવે રૂની મદદથી તેને ચહેરા પર લગાવો. ત્યારબાદ નવશેકા પાણીથી ધોઈ લો. નિયમીત આવુ કરવાથી તમારી ત્વચા મુલાયમ બની જશે.

૨. પુરૂષોની ત્વચા માટે પપૈયુ ખૂબ જ ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરવા માટે પપૈયાની પેસ્ટમાં લીંબુનો રસ અને એક ચમચી દૂધ મિકસ કરી તમારા ચહેરા પર લગાવો. હવે હળવા હાથે તમારી ત્વચાને સ્ક્રબ કરો. અડધા કલાક બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો.

૩. તમારી ત્વચાને સોફટ બનાવવા માટે એક વાટકામાં કેળાની પેસ્ટ લઈ અને તેમાં ગુલાબજળ નાખી તમારા ચહેરા પર લગાવો. તેના ઉપયોગથી તમારી ત્વચા મુલાયમ બની જશે. અને સાથે તમારી ત્વચા પર રહેલ ડાઘ-ધબ્બા પણ દૂર થઈ જશે.

(10:16 am IST)