દેશ-વિદેશ
News of Wednesday, 30th May 2018

આ હેર માસ્ક તમારા વાળને બનાવશે લાંબા અને મજબૂત

વાળને લાંબા અને જાડા બનાવવાની ઈચ્છા કોને ન હોય? ખાસ કરીને છોકરીઓના લાંબા વાળ તો તેના સૌંદર્યનો એક ભાગ હોય છે. આમ તો છોકરીઓ પોતાના વાળની સુંદરતા જાળવી રાખવા માટે કેટલાય પ્રકારની પ્રોડકટનો ઉપયોગ કરતી હોય છે. પાર્લર જઈને મોંઘી-મોંઘી ટ્રીટમેન્ટ કરાવે છે. છતા પણ કંઈ ખાસ ફાયદો થતો નથી અને તેના ઘણા પૈસા ખર્ચ થઈ જાય છે. જો તમે પણ ઈચ્છો છો કે તમને પૈસા ખર્ચ કર્યા વગર કાળા, લાંબા, જાડા અને મજબૂત વાળ મળે તો તેના માટે તમે ઘર પર જ હેર માસ્ક તૈયાર કરો.

આ હેર માસ્કને બનાવવા માટે તમારે નારિયેળ તેલ, નારીયેરનું દૂધ, એલોવેરા જેલ અને વિટામીન ઈ ઓયલની જરૂર પડશે. તમે ઈચ્છો તો બજારમાં મળતા વિટામીન ઈના કેપ્સૂલનો પણ ઉપયોગ કરી શકો છો. તેને બનાવવા માટે સૌથી પહેલા એક વાટકો લો. તેમાં ૧ કપ નારિયેળનું દૂધ, અડધી ચમચી એલોવેરા જેલ, ૨ ટેબલ સ્પૂન નારિયેળ તેલ અને ૧ ટેબલ સ્પૂન વિટામીન ઈ ઓયલ લઈ, તેને સારી રીતે મિકસ કરો. હવે આ મિશ્રણને ૧ કલાક સુધી રેફ્રિજરેટરમાં રાખો. આ માસ્કને વાળના મૂળ પર લગાવી લો. ૧ કલાક સુધી એમ જ રહેવા દો. ત્યારબાદ શેમ્પૂથી વાળ ધોઈ લો. અઠવાડીયામાં ૨ વાર હેર માસ્કનો ઉપયોગ કરો.

(10:15 am IST)