દેશ-વિદેશ
News of Wednesday, 30th May 2018

ફેશન અને વ્યકિતત્વની ઓળખઃસલવાર શૂટ

જ્યારે પણ આધુનિકતા અને ફેશનનો ઉલ્લેખ થાય છે તો તેની સાથે સૌપ્રથમ મહિલાઓની છબી ઉભરી આવે છે. વાસ્તવમાં આપણી જીજ્ઞાશા એ જાણવા માટે હોય છે કે તેની મહિલા ઉપર શું અસર પડે છે. એવુ કદાચ એટલા માટે પણ છે કે ફેશનનો સંબંધ શ્રૃગાંર સાથે હોય છે. અને જ્યારે શ્રૃંગારની વાત આવે તો મહિલાઓ થાડી પાછળ રહી જાય?

મહિલાઓના આ શ્રૃગાંરની ચર્ચા આજે નહીં, પૌરાણીક કાળથી ચાલતી આવે છે. એટલુ જ નહીં તેના સોળે શ્રૃંગારમાં નખથી લઈ શિખ સુધીનું વર્ણન જરૂરી છે. પરંતુ, આ બધામાં પરિધાનનું પોતાનું અલગ જ મહત્વ છે. આ એક શ્રૃંગાર સામગ્રીની પસંદગી તમે તમારા વ્યકિતત્વ અનુસાર ન કરી તો બાકી બધો શ્રૃંગાર ફીક્કો લાગે છે.

પરિધાન આપણા સુંદર અને સજીલા વ્યકિતત્વને પ્રભાવી બનાવવામાં કામયાબ થાય છે. તેથી ફેશનની આ રંગબેરંગી દુનિયામાં યુવતીઓ પોતાના કપડા અથવા  પરિધાનમાં ખાસ કરીને સલવાર-કુર્તા પ્રતિ વધુ સજાગ હોય છે. આજે અમે વિવિધ પ્રકારના પરિધાનોમાંથી વધુ ચર્ચામાં રહેતા સલવાર-કુર્તાની ફેશનની ચર્ચા કરીએ.

પરિધાનોની પસંદગી મોટા ભાગે મહિલાઓ અને છોકરીઓ મોસમ અનુસાર જ કરે છે. તમે પણ જોયુ હશે કે દર છ મહિને કે વર્ષે બજારમાં નવી ડિઝાઈનના સલવાર-શૂટ નજરે પડે છે. બદલતા મોસમ અનુસાર, સલવાર-કુર્તાની પસંદગી એક મુશ્કેલીરૂપ બની જાય છે. આ પરથી તમારા મનમાં પ્રશ્ન ઉભો નથી થતો કે હકિકતમાં આટલી જલ્દી સલવાર-કુર્તાની ફેશન બદલવાનું કારણ શું છે? તેનુ એક મોટુ કારણ સમાજમાં ડ્રેસ ડિઝાઈનરોનો વધતો વ્યાપ છે.

 આજે કોઈ એક વ્યવસાય છે, બજારમાં તેના આવતાની સાથે એક નહીં, સો વ્યવસાયીઓનુ પૂર આવી જશે. પરીણામ એ આવે છે કે બધા ડિઝાઈનરના સલવાર-શૂટની ડિઝાઈનમાં થોડો ઘણો અંતર દેખાય છે. કુલ મળીને બજારમાં સો ડિઝાઈનના સલવાર-શુટ આવી જાય છે. પરંતુ, તેમાંથી અમુક જ ઉપભોકતા વર્ગમાં લોકપ્રિય બની શકે છે.

પહેલા સલવાર-કુર્તા વધારે કિશોરીઓના ઉપયોગમાં આવતા કપડા માટે જ પ્રચલિત હતા. પરંતુ, આજે દોડધામ ભર્યા આ સમયમાં ઓફિસ જવુ હોય કે કોઈ પાર્ટીમાં કે કયાંય ફરવા જવુ હોય કે બજારમાં જવુ હોય તો સલવાર-કુર્તાને જ પ્રથમ પસંદગી આપવામાં આવે છે. કારણ કે બધી ઉંમરમાં તેને પહેરવુ સરળ હોય છે.

સાથે જ ફેશન અનુરૂપ કપડાની ખરીદીમાં મહિલાઓએ તો ખાસ કરીને કિંમતો સાથે ગોઠણ ટેકવી દીધા છે. તેની કિંમતો વ્યાવસાયિકના મન અને બજાર અનુસાર, પરિવર્તિત થતી રહી છે. તેની કોઈ નિશ્ચિત સીમા નથી. છતા પણ નવા નવા ફેશન અનુરૂપ ડિઝાઈન આવતી રહે છે અને મહિલાઓને લોભાવતા રહે છે.

(10:15 am IST)