દેશ-વિદેશ
News of Wednesday, 30th May 2018

જો તમારા બાળકનું વજન વધારે છે તો નિયમીત રૂપે તેને આપો ગાયનું દૂધ

ન્યૂયોર્ક જો તમારૂ બાળક મોટાપાગ્રસ્ત છે, તો દરરોજ દિવસમાં બે વાર ગાયનું દૂધ પીવાથી ઓછુ ફાસ્ટિંગ ઈંસુલિન બનવાની સંભાવના રહે છે. તે બ્લડ શુગર નિયંત્રણનો સંકેત આપે છે. બ્લડ શુગર મેટાબોલિક (ઉપાપચય) સિંડ્રોમની સમસ્યાનો કારક હોય છે.

મેટાબોલીક સિંડ્રોમ પાંચ સ્થિતીઓમાંથી ઓછામાં ઓછી ત્રણની હાજરીથી પરિભાષિત કરવામાં આવે છે. તેમાં ડાયાબીટીશ, હૃદયની બીમારીઓ અને સ્ટ્રોક, ઉચ્ચ રકતચાપ, બ્લડ શુગરનું ઉચ્ચ સ્તર અથવા ટ્રાઈગ્લિસરાઈડ, વધારે પેટની ચરબી અને ઓછુ કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી મુશ્કેલી થાય છે.

શોધ પરથી જાણવા મળેલ કે જે બાળકોએ દરરોજ એક કપથી ઓછુ દૂધ પીધુ, તેમાં દિવસમાં બે કપ દૂધ અથવા તેનાથી ઓછુ પીતા બાળકોની સરખામણીએ ફાસ્ટિંગ ઇંસુલિનનું સ્તર વધારે રહ્યું.

અમેરીકાના ટેકસાસ હેલ્થ સાયન્સ સેન્ટરના માઈકલ યાફીએ જણાવ્યું કે, 'અમારા (નિષ્કર્ષ) જણાવે છે કે ભલામણ અનુસાર, દૂધ પીતા મોટાપાગ્રસ્ત બાળકોમાં શુગરનું નિયંત્રણ અનુ કૂળ રહે છે અને મેટાબોલીક સિંડ્રોમ સામે રક્ષા કરવામાં મદદરૂપ સાબીત થઈ શકે છે.'

આ શોધ માટે દળે મોટાપાગ્રસ્ત બાળકોનો અભ્યાસ કર્યો તેની ઉંમર ૩થી ૧૮ વર્ષની હતી અને તેના દરરોજના દૂધ સેવનનો રેકોર્ડ રાખવામાં આવ્યો હતો. તેમાં દૂધના પ્રકાર, શુગર, ફાસ્ટિંગ બ્લડ ગ્લૂકોઝ અને ઈંસુલિન સંવેદનશીલતા સામેલ હતી.

(10:14 am IST)