દેશ-વિદેશ
News of Friday, 30th April 2021

પાકિસ્તાનમાં અનાજ ભંડાર થયા ખાલી: માત્ર 21 દિવસ સુધીનો જથ્થો રહ્યો

નવી દિલ્હી: વિશ્વભરમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે અને કોરોના સામે બધા દેશો લડી રહ્યા છે પરતું પાકિસ્તાનની હાલત અતિ ખરાબ છે. એક બાજુ કોરોનાનો કહેર અને બીજી બાજુ મોઘવારી અને અન્નનો સંકટ તેના પર તોળાઇ રહ્યો છે. પાકિસ્તાનમાં માત્ર 21 દિવસ ચાલે તેટલું ઘઉં છે. જેના લીધે દેશ માટે પડકાર ઉભો થયો છે. જેના લીધે ઘઉં વિદેશથી ખરીદવા માટે સરકાર વિચારી રહી છે.

     પાકિસ્તાનમાં 21 દિવસ ચાલે તેટલુ ઘઉં પર્યાપ્ત છે આગામી દિવસોમાં સમસ્યા સર્જાઇ તેવી હાલત દેશની થઇ ગઇ છે. પાકિસ્તાના નાણા મંત્રી શૌકત તારિનના જણાવ્યા અનુસાર પાકિસ્તાનને 60 લાખ મેટ્રીક ટન ઘઉંની જરૂરીયાત છે.નેશનલ પ્રાઇસ મોનેટરીગ સમિતિના જણાવ્યા અનુસાર આ વર્ષે ઘંઉનો ઉત્પાદન 2.6 કરોડ મેટ્રીક ટન થયું છે. ગત વર્ષ કરતાં 30 લાખ ટન ઓછું છે. પાકિસ્તાનમાં હાલત અન્ન મામલે બગડી રહ્યા છે.જો વહેલી તકે ઘંઉની આયાત નહી કરવામાં આવે તો સમસ્યા વધુ વકરતી જશે.ઇમરાન ખાનની સરકાર જયારથી કાર્યભાર પાકિસ્તાનનો સંભાળ્યો છે ત્યારથી મોંઘવારી તેની પરાકાષ્ઠા પર પહોંચી છે.

(5:26 pm IST)