દેશ-વિદેશ
News of Friday, 30th April 2021

વિશ્વની સૌથી જૂની વહીસ્કીની ટૂંક સમયમાં હરાજી થવાની હોવાની માહિતી

નવી દિલ્હી: વિશ્વની સૌથી જૂની વ્હિસ્કી ખરીદવા માંગતા હો, તો ટૂંક સમયમાં તેની બોલી લાગવાની છે. પરંતુ હા આ માટે તમારે સારી કિંમત ચૂકવવી પડશે. તો ચાલો જાણીએ તેની કિંમતથી માંડીને હરાજી સુધી બધું જ. અમેરિકન પ્રાંત મેસેચ્યુસેટ્સના બોસ્ટનમાં વિશ્વની સૌથી જૂની વ્હિસ્કી બોટલની હરાજી કરવામાં આવી રહી છે. આ જુની વ્હિસ્કીની ઓનલાઇન હરાજી 22 થી 30 જૂન દરમિયાન થવાની છે. અહેવાલો અનુસાર 40,000 ડોલર સુધીની બોલી લાગી શકે છે.

આ વ્હિસ્કીનું ઉત્પાદન 1762 થી 1802ની વચ્ચે અમેરિકાના જ્યોર્જિયા, લાગ્રાંજ શહેરમાં થયું હતું. જ્યોર્જિયા યુનિવર્સિટી અનુસાર, આ વ્હિસ્કી ઓછામાં ઓછી 200 થી 250 વર્ષ જૂની છે. હરાજી કરનાર સ્કીનર કહે છે કે તે એક ઐતિહાસિક બોર્બન વ્હિસ્કી છે. તે એકમાત્ર બોટલ બાકી છે અને જેપી મોર્ગન દ્વારા 1940 ના દાયકામાં વોશિંગ્ટનના કોઈ એક શક્તિશાળી માણસને ભેટ આપવામાં આવી હતી. ગ્લાસગો યુનિવર્સિટીના આકારણી અનુસાર, આ વ્હિસ્કી 1763 અને 1803 ની વચ્ચે તૈયાર કરવામાં આવી હતી. તદનુસાર, વ્હિસ્કીની આ બોટલ એ ઐતિહાસિક ક્રાંતિકારી યુદ્ધનો એક ભાગ છે,

(5:24 pm IST)