દેશ-વિદેશ
News of Friday, 30th April 2021

ઉત્તર ઈઝરાયલમાં બોનફાયર ફેસ્ટિવલમાં દોડાદોડીમાં 44 લોકોના મૃત્યુ:100થી વધુ ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ઉત્તર ઈઝરાયલમાં શુક્રવારે યુહૂદી તીર્થ સ્થળ પર મોટાપાયે લોકો એકત્રિત થયા હતા જ્યાં નાસભાગ થતાં 44 લોકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. એક ધાર્મિક મેળાવડામાં આ દુર્ઘટના ઘટી હતી જેમાં 100 લોકોથી વધુ ઘાયલ થયા હતા.

રબ્બી શિમોન બાર યોજાઈની કબર મેરોન પાસે આ દુર્ઘટના ઘટી હતી. મોટાપાયે દર વર્ષે યહૂદીઓ લાગ બાઓમર (વાર્ષિક ધાર્મિક રજાઓ) ગાળવા એકત્રિત થતા હોય છે. આ કબર યહૂદી સમાજના પવિત્ર સ્થળોમાં સ્થાન ધરાવે છે. યહૂદી સમાજના લોકો દર વર્ષે બીજી સદીના મહાન સંત રબ્બી શિમોન બાર યોચાઈની કબર પર તેમને શ્રદ્ધાંજલિ આપવા એકત્ર થાય છે અને બાદમાં ત્યાં ડાન્સ પણ કરે છે. ઈઝરાયલમાં તમામ નાગરિકોના રસીકરણ બાદ કોરોનાના હળવા નિયમો થતા આ વર્ષે અહીં નોંધપાત્ર સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. સ્થળની ક્ષમતા કરતા ત્રણ ગણી વધુ ભીડ એકત્ર થઈ હતી.

(5:23 pm IST)