દેશ-વિદેશ
News of Friday, 30th April 2021

લ્યો બોલો, આ ડોગીને સ્ત્રીઓ વધુ ગમે છેઃ પુરૂષો પ્રત્યે છે નફરત

ન્યુયોર્ક, તા.૩૦: અમેરિકામાં કનેકિટકટ સ્ટેટમાં ન્યુ હેવન ખાતે રહેતી ટાયફેની ફોર્ચ્યુના નામની મહિલાએ થોડા દિવસ પહેલાં પોતાના માથાભારે ડોગને દત્તક આપવા માટે જે જાહેરાત કરી હતી એનો તેને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. પ્રેન્સરન નામના તેના એ ડોગને એરિયલ ડેવિસ નામની ૩૬ વર્ષની મહિલાએ ખરીદ્યો છે.સામાન્ય રીતે પાળેલા પ્રાણીને વેચવા માટે એની સારી બાબતોને જાહેરાતમાં બતાવવામાં આવતી હોય છે, પરંતુ ટાયફેનીએ પ્રામાણિકતા બતાવીને પોતાના આ ડોગીની ખામીઓ પહેલાં બતાવી હતી. તેણે જાહેરખબરમાં લખ્યું હતું કે 'મારા પ્રેન્સરને સ્ત્રીઓ વધુ ગમે છે અને પુરુષો તથા બાળકોને તે નફરત કરે છે. તેનાં તોફાનથી હું તંગ આવી ગઈ છું.

આ ડોગને ખરીદનાર એરિયલે કહ્યું કે 'અગાઉ મારી પાસે આવો જ એક ડોગી હતો એટલે પ્રેન્સરને ઉછેરવામાં મને કોઈ તકલીફ નહીં પડે.'

(4:03 pm IST)