દેશ-વિદેશ
News of Monday, 30th January 2023

પાકિસ્તાનમાં વિસ્ફોટ થતા 25 લોકોના મૃત્યુ :100થી વધુ ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: પાકિસ્તાનથી એક વિસ્ફોટના સમાચાર મળી રહ્યા છે. આ વિસ્ફોટ પેશાવર પોલીસ લાઈન વિસ્તાર પાસે વિસ્ફોટની ઘટનાના અહેવાલો મળી રહ્યા છે.આ વિસ્ફોટ પેશાવરની મસ્જિદ થયો હતો. મસ્જિદ નમાઝ પડતા હતા તે દરમિયાન આ વિસ્ફોટ થયેલો હતો. સુત્રો દ્વરા એવી જાણકારી મળી રહી છે કે, આ બ્લાસ્ટને કારણે ભારે નુકસાન થયું હોવાનું અનુમાન છે. અહેવાલો અનુસાર કહેવામાં આવ્યું છે કે, ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે અને આ વિસ્તારમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. હાલ આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. હાલ સુધી 100 લોકો ઘાયલ થયા છે અને 25 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે . પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. વિસ્ફોટને કારણે મસ્જિદનો એક ભાગ ધરાશાયી થયો છે. તેના મલબા નીચે ઘણા લોકો દટાયા હોવાના સમાચાર છે. વિસ્ફોટ બાદ પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. અહેવાલો પરથી મળતી માહિતી અનુસાર 70 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી ઘણાની લોકોની હાલત ગંભીર છે.  હોસ્પિટલની આસપાસનો આખો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે અને ત્યાં માત્ર એમ્બ્યુલન્સને જ આવવાની છૂટ આપી છે.

(7:26 pm IST)