કન્યા પોતાના જ લગ્નમાં સમયસર પહોંચી ન શકી એટલ રિસપ્શનમાં દુલ્હાએ બ્રેક-અપ કરી નાખ્યુ
લંડન તા.૩૦ : લગ્ન માટે સાજ પાર્લરમાં તૈયારથવા ગયેલી દુલ્હન મોટા ભાગે મોડી જ પડતી હોય છે, કેમ કે દુલ્હનને સાજ સજવામાં વાર લાગે છે. જો કે ઇગ્લેન્ડના એસેકસ પ્રાંતના હોર્નચર્ચ ટાઉનમાં રહેતીનિકોલા ટોહી નામની ૪૬ વર્ષની મહિલા પોતાના લગ્નના દિવસે એટલી બધી ગરબડોમાં અટવાઇ ગઇ કે તે પોતાના વેડિંગનો સમય પુરો થઇગયો ત્યાં સુધી પહોંચી ન શકી. તે જયારે તૈયાર થઇને વેન્યુ પર પહોંચી ત્યારે રિસેપ્શનનો સમય થઇ ગયો હતો અને નિકોલાની આટલી બધી લેટલતીફીથી તેનો ફિયાન્સે ડેરેન ફેર્ને એટલોગુસ્સે ભરાયેલો કે તે પોતાની ટુ-બી વાઇફને ત્યાં જ છોડીને જતો રહયો હતો. નિકોલા અને ડેરેન ર૦૧૪માં ઓનલાઇન મળેલા. તેઓ પોતાના લગ્ન માટે એટલા ઉત્સાહી હતાં કે છેલ્લા સાત મહિનાથી તૈયારીઓ કરી રહયા હતા. ૧ર,૦૦૦ પાઉન્ડ એટલે કે લગભગ ૧૦.૭પ લાખ રૂપીયાનો ખર્ચ કર્યો હતો. નિકોલા અને ડેરેને આગલી રાતે વેડિંગનું આખુ રિહર્સલ પણ કરેલું જે પરર્ફેકટ હતુ. પરંતુ છેલ્લી ઘડીએ જયારે વેડિંગ માટે તૈયાર થઇને નીકળવાનું હતુ. ત્યારે મેકઅપમાં ધબડકો થઇ ગયો હતો. જોઇતાં ફુલો ન આવી શકયાં અને તેની એક બ્રાઇડસ મેઇડ પણ છેલ્લી ઘડી એ ગાયબ થઇ ગઇ. આ બધાને મેનેજ કરીને વેડિંગ મેન્યુ પર પહોંચતા નિકોલાને એટલી વાર લાગી કે લગ્નનો સમય વહીગયો હતો. રિસેપ્શન માટે આમંત્રિત મહેમાનો આવવા લાગ્યા ત્યાં સુધી દુલ્હો તેની રાહ જોતો રહયો આખરે તની ધીરજનો બંધ તુટયો અને નિકોલાને જોઇને રિસેપ્શનમાં જ ડેરેને તેને છુટી કરી દીધી હતી.