દેશ-વિદેશ
News of Tuesday, 29th December 2020

ચીનમાં સરકાર ટેક્નોલોજી અને ઇન્ટરનેટ કંપનીઓ પર નિયંત્રણ વધી જતા કંપનીઓ ખરાબ દિવસોમાંથી પસાર થઇ રહી હોવાનો દાવો

નવી દિલ્હી: ચીનમાં સરકાર ટેકનોલોજી અને ઇન્ટરનેટ કંપનીઓ પર નિયંત્રણો વધારી રહી છે. જેના કારણે અલીબાબાના માલિક જેક મા સહિત અનેક ટેક કંપનીઓ ખરાબ દિવસોમાંથી પસાર થઇ રહી છે. ચીનની સરકારે જેક માના બિઝનેસ સામ્રાજય પર નિયંત્રણો વધારી દીધા છે. ચીનના માર્કેટ રેગ્યુલેટરે ઇ કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની અલીબાબા ગુ્રપની વિરૂદ્ધ એકાિધકાર વિરોધી તપાસ (એન્ટીટ્રસ્ટ લો) શરૂ કરવાની જાહેરાત કરી છે. જેની અસર અલીબાબા સહિત અન્ય કંપનીઓ ઉપર પણ જોવા મળી છે.

     અન્ય ટેક કંપનીઓેને પણ લાગે છે કે તેમની પણ એન્ટીટ્રસ્ટ લોે હેઠળ તપાસ થઇ શકે છે. જેના કારણે ચીનની ટેકનોલોજી કંપનીઓને બે દિવસમાં લગભગ 15 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અલીબાબાના સ્ટોકમાં આજે 8 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે સતત બીજા દિવસે એન્ટીટ્રસ્ટ લોને કારણે અલીબાબાની સાથે તેમની હરીફ કંપની ટેનસેન્ટ હોલ્ડિંગ સહિતના કંપનીઓના શેરમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી.

(5:42 pm IST)