દેશ-વિદેશ
News of Friday, 29th December 2017

હા ભાઇ હા, હું લંબુ છું: મારી હાઇટ ૬ ફુટ અને ૧૦ ઇંચ છે

ન્યુર્યોક તા.૨૯: શરીરની ઊંચાઇ વધુ હોય એવું મોટા ભાગના લોકો ઇચ્છતા હોય છે, પરંતુ અમુક વખત વધારે પડતી ઊંચાઇ તમારા માટે માથાનો દુખાવો પણ બની શકે છે અને એનું ઉદાહરણ છે અમેરિકાનો સાતફુટિયો યુવાન. પોતાની ઊંચાઇ વિશેના એકના એક સવાલોના જવાબો  આપીને કંટાળી ગયેલા છ ફુટ દસ ઇંચ લાંબા આ અમેરિકને પોતાના માટે એવું બિઝનેસ-કાર્ડ બનાવ્યું છે જેથી જો કોઇ તેને તેની લંબાઇ વિશેનો સવાલ પૂછે તો તે સવાલ પૂછનારને વિઝિટિંગ-કાર્ડ પધરાવી દે છે.

'તું તારાં કપડાં કયાંથી ખરીદે છ?', તારી પાસે એકસ્ટ્રા લોન્ગ બેડ છે?' જેવા કંટાળાજનક પ્રશ્નોથી ત્રાસી ગયેલા ન્યુટન જેસ્સી નામના આ અમેરિકને પોતાના માટે એક બિઝનેસ-કાર્ડ બનાવ્યું છે જેમાં લખ્યું છે કે 'યસ, આઇ એમ ટોલ, આઇ એમ ૬'૧૦''. એટલે કે હા, હું લાંબો છું, મારી ઊંચાઇ છ ફુટ દસ ઇંચ છે.'

બિઝનેસ-કાર્ડમાં વધુમાં લખ્યું હતું કે 'હું મજાક નથી કરી રહ્યો અને ના, હું બાસ્કેટબોલ નથી રમતો, હું વોલીબોલ રમું છું. હા, આટલી ઊંચાઇથી બધાની ટાલ જોવી એ જરા અજુગતું લાગે છે'.

(9:56 am IST)