દેશ-વિદેશ
News of Friday, 29th November 2019

પાકિસ્તાનના લાહૌરમાં રિક્ષામાં વિસ્ફોટ થતા અફડાતફડી મચી જવા પામી: સાત ઈજાગ્રસ્ત: 2ની હાલત ગંભીર

નવી દિલ્હી: પાકિસ્તાનના લાહૌરમાં એક શહેરમાં આજ રોજ એક રિક્ષામાં વિસ્ફોટ થવાની ખબર સામે આવતા અફડાતફડી મચી જવા પામી છે. ઘટનામાં સાત લોકોને ગંભીર  રીતે ઇજા પહોંચી છે જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું માલુમ પડી રહ્યું છે.

             મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અધિકારીઓએ જણાવ્યું હતું કે રીક્ષા પર લગભગ 2 કિલોના વિસ્ફોટની સામગ્રી હતી વિસ્ફોટ સ્થળ પર બાલ બિયરિંગ્સની સામગ્રી પણ મળી આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:50 pm IST)