દેશ-વિદેશ
News of Friday, 29th November 2019

અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર ઉપર સિક્સ પેક્સ સાથેનો ફોટો શેર કર્યોઃ નેતા જેવા નહીં પરંતુ એક રેસલર જેવા દેખાયા

ન્યૂયોર્કઃ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હોવાના ધોરણે અને પોતાના વિવાદિત નિવેદનોના કારણે હંમેશાં સમાચારોમાં છવાયેલા રહે છે. જોકે, આ વખતે તેઓ પોતાની રાજકીય વાતોના કારણે નહીં પરંતુ એક ફોટાના કારણે સમાચારોમાં છવાઈ ગયા છે. આ ફોટામાં તેઓ કોઈ નેતા જેવા નહીં પરંતુ એક રેસલર જેવા દેખાઈ રહ્યા છે.

આ તસવીર કોઈ બીજાએ નહીં પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે જાતે જ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી છે. આ ફોટામાં હોલિવૂડ ફિલ્મ 'રોકી બાલ્બો'ના એક કાલ્પનિક પાત્રના ચહેરાને ફોટોશોપ્ડ કરીને ટ્રમ્પનો ચહેરો ફીટ કરાયો છે. ટ્રમ્પે બુધવારે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ ફોટો શેર કર્યો હતો.

આ ફોટા અંગે ટ્રમ્પે કોઈ ટિપ્પણી કરી નથી. તેમણે ફિલ્મ 'રોકી ફોર્થ'ની 34મી વર્ષગાંઠ નિમિત્તે આ ફોટો શેર કર્યો હતો. જોકે, ટ્રમ્પ દ્વારા શેર કરાયા પછી આ ફોટો સોશિયલ મીડિયામાં(Social Media) જોરદાર વાયરલ થયો છે અને લોકો પણ જાત-જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કોમેડિયન જોશ કોમર્સે લખ્યું છે કે, "માર કરજો, પરંતુ રોકીએ રશિયનને પછાડી દીધો છે." લેખિકા મોલી જોંગ ફાસ્ટે લખ્યું છે કે, "મને નથી લાગતું કે આ સચોટ ચિત્રણ છે."

(4:29 pm IST)