દેશ-વિદેશ
News of Friday, 29th November 2019

જાહેર પરિવહન મફત કરનારો દુનિયાનો પ્રથમ દેશ બન્યો લકઝમબર્ગ

લંડન,તા.૨૯: લકઝમબર્ગ દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે, જયાં તમામ જાહેર પરિવહન મફત કરી દેવામાં આવ્યું છે. નવા અને ફરીથી ચૂંટાયેલા વડા પ્રધાન ઝેવિયર બીટલ અને તેમની ગઠબંધન સરકારે જાહેરાત કરી છે કે તેઓ આગામી ઉનાળાથી તમામ ટ્રેન, ટ્રામ અને બસમાં ભાડું લેવાનું બંધ કરી દેશે. આમ કરવા પાછળનો હેતુ દેશની કાર્બન ફુટપ્રિન્ટમાં દ્યટાડો કરવાનો અને દેશમાં જે ગીચ ટ્રાફિકની સમસ્યા પેદા થઈ છે એમાંથી છુટકારો મેળવવાનો છે. બીજું મુખ્ય કારણ એ છે કે યુરોપિયન સંદ્યમાં લકઝમબર્ગ દેશમાં કારની સંખ્યા સૌથી વધુ છે.

લકઝમબર્ગ જમીનથી ત્રણ દેશ બેલ્જિયમ, જર્મની અને ફ્રાન્સથી દ્યેરાયેલો છે. લકઝમબર્ગમાં પાડોશી દેશમાંથી કામકાજ માટે લગભગ ૪ લાખ લોકો દરરોજ મુસાફરી કરીને આવે છે. આ વર્ષે લકઝમબર્ગે ૨૦ વર્ષથી નીચેના યુવાનો માટે જાહેર પરિવહન મફત કરી દીધું હતું. આ ઉપરાંત સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પણ દ્યરેથી સ્કૂલ અને સ્કૂલથી દ્યરે આવવા માટેની પરિવહન સેવા મફત કરી દેવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર ટ્રેનના ફર્સ્ટ કલાસ અને સેકન્ડ કલાસ કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરનારા લોકો વિશેનો નિર્ણય લેવાનો હજી બાકી છે. મુસાફરોએ હવે દેશમાં કોઈ પણ સ્થળે બે કલાક સુધીની મુસાફરી માટે માત્ર બે યુરો ચૂકવવાના રહેશે. ૨૦૨૦થી દેશમાં જાહેર પરિવહન સેવાઓનું ભાડું સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવશે અને ટિકિટની ખરીદી માટે કેટલાક નિયમો બનાવવામાં આવશે. આ સાથે જ જાહેર પરિવહનમાં મુસાફરી કરનારા લોકોને ટેકસમાં રાહત આપવાનું પણ સરકાર વિચારી રહી છે.

(3:20 pm IST)