દેશ-વિદેશ
News of Thursday, 29th October 2020

જેલીફિશ મગજ ન હોવા છતાં પણ લે છે ઊંઘ: સંશોધન

નવી દિલ્હી: શરીર વિજ્ઞાન મુજબ ઊંઘ સામાન્ય રીતે મગજ સાથે સંબંધ ધરાવે છે. મગજ થાકે ત્યારે તેના ન્યૂરોન ઊંઘ લાવે છે. જો કે પ્રાચીન દરિયાઇ જીવ જેલીફિશ મગજના હોવા છતાં ઊંઘ લે છે. વિશિષ્ટ જીવ પાસે મસ્તિષ્ક અને ચેતાતંત્ર વિકસિત ના ના હોવા છતાં ન્યુરોન વિકસિત કરે છે. એટલું નહી તે વિશિષ્ટ ચેતાતંત્ર તરત સિગ્નલોને એકશનમાં બદલી નાખે છે. આથી જેલીફિશની અનેક પ્રજાતિઓ દિમાંગ વગર પણ કામ ચલાવી લે છે.

            અંગે કેલિફોર્નિયા ઇન્સ્ટીટયૂટ ઓફ બાયોલોજીના સંશોધનમાં પણ સાબીત થયું હતું કે જે જીવોમાં નર્વસ સિસ્ટમ નથી હોતી તેને પણ ઉંઘની જરુર પડે છે. કેસીઓપા પ્રજાતિની જેલીફિશ પ્રશાંત અને એટલાન્ટિક મહાસાગરમાં વધુ જોવા મળે છે. જે ૨.સેમી જેટલી હોય છે. તે દરિયાકાંઠે ઊંઘી થઇને પડી રહે છે. જયારે તેના ટેટિકલ્સ ઉપરની તરફ હોય છે. જેલીફિશ રાત્રે નિષ્ક્રિય થઇને પડી રહે છે.

(6:32 pm IST)