દેશ-વિદેશ
News of Thursday, 29th October 2020

ફ્રાંસમાં મહિલા સહીત બે અન્ય લોકોની હત્યાથી અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી: પયગંબર કાર્ટુન વિવાદમાં ફ્રાન્સમાં ટીચરનું ગળું કાપીને હત્યા કર્યા પછી હવે પ્રકારની વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો છે. ફ્રાન્સના એક ચર્ચમાં (Church) હુમલાવરે એક મહિલાનું ગળું કાપી નાખ્યું હતું અને બે અન્ય લોકોની ચપ્પુ મારીને નિર્મમ હત્યા કરી દીધી છે. ઘટના ફ્રાન્સના નાઇસ શહેરમાં થઈ છે. શહેરના મેયરે ઘટનાને આતંકવાદ ગણાવી છે.

         મેયર ક્રિશ્ચિયન ઇસ્તોર્સીએ કહ્યું કે ચાકુથી હુમલા શહેરની નોટ્રે ડેમ ચર્ચમાં થયો છે. પોલીસે હુમલાવરની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે ત્રણ લોકોના મોતની પૃષ્ટિ થઈ છે. ઘણા ઇજાગ્રસ્ત થયા છે. એક પોલીસ સૂત્રએ કહ્યું કે મહિલાનું ગળું કાપવામાં આવ્યું છે. ફ્રાન્સના એક નેતાએ પણ વાતની પૃષ્ટિ કરી છે કે મહિલાનું ગળું કાપવામાં આવ્યું છે.

(6:30 pm IST)