29 ઓક્ટોબર : વિશ્વ ઇન્ટરનેટ દિવસ
નવી દિલ્હી: આજે 29 ઓકટોબરે વિશ્વમાં ઇન્ટરનેટ-ડે ઉજવવામાં આવે છે. દુનિયામાં 29મી ઓકટોબર 1969માં ઇન્ટરનેટનો પ્રારંભ થયો હતો આથી વર્ષ 2005થી વિશ્વમાં દર વર્ષે ઇન્ટરેટ-ડે ઉજવવામાં આવે છે. આજે ઇન્ટરનેટ માનવ સમાજનું મહત્વનું અંગ બની ગયું છે. ઇન્ટરનેટની આંતર જાળના તાણાવાણામાં અત્યારે આખી દુનિયા જોડાઇ ગઇ છે આજે ઇન્ટરનેટ વિનાના વિશ્વની કલ્પના નથી થઇ એક અર્થમાં ઇન્ટરનેટે વિશ્વને ગ્લોબલ વિલેજ બનાવી દીધું છે.
લોકડાઉનમાં ઇન્ટરનેટે જ વિખુટા લોકોને એક બીજાના સંપર્કમાં રાખ્યા હતા. આ સમયગાળામાં ઇન્ટરનેટનો ઉપયોગકર્તાઓની સંખ્યા વધી હતી. હાલ દરેક ઘરમાં અભ્યાસ, મનોરંજન, વેપારથી માંડીને નોકરી શોધવા અને ઘર બેઠા નોકરી-કામ કરવા, આર્થિક લેવડ-દેવડમાં ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે. રસપ્રદ બાબત એ છે કે બેરોજગારોને નોકરી શોધવા માટે ઓફિસોના ચક્કર કાપવાની જરૂર નથી કે નવું સ્ટાર્ટઅપ શરૂ કરનારને પોતાનો સામાન વેચવા કે સેવા આપવા માટે બજારમાં ભટકવું નથી પડતું બલ્કે ઇન્ટરનેટના માધ્યમથી આ કામ થઇ જાય છે.