દેશ-વિદેશ
News of Thursday, 29th October 2020

ગાત્રો ઓગળી જાય એવી માઇનસ ૭૦ ડિગ્રી ઠંડીમાં પણ યાકુતિયન ઘોડા ફરી શકે છે

મોસ્કો, તા.૨૯: રશિયાના ઉત્તરીય પ્રાંત યાકુતિયામાં ઉષ્ણતામાન શૂન્ય ડિગ્રીથી ખૂબ નીચે એટલે કે માઇનસ ૫૦ ડિગ્રી સેલ્સિયસથી માઇનસ ૭૦ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જાય છે. તાપમાન લગભગ માઇનસ ૭૦ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ઊતરે ત્યારે એ પ્રાંતના રહેવાસીઓ માટે દ્યરની બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે. પરંતુ ત્યાંના સ્થાનિક દ્યોડા ખુલ્લા વાતાવરણમાં ફરીને સક્રિય રહી શકે એવા સક્ષમ હોય છે. માંડ પાંચેક ફીટ ઊંચા એ દ્યોડાનું વજન પાંચસો કિલો હોય છે. કસાયેલો બાંધો અને રુવાંટી ધરાવતા એ દ્યોડા સૌથી ઠંડા વાતાવરણમાં રહેવાની ક્ષમતા વિશ્વના કોઈ પણ દેશના અશ્વો કરતાં વધારે પ્રમાણમાં ધરાવે છે.

(12:03 pm IST)