News of Tuesday, 29th October 2019
બગદાદમાં અમેરિકી સેનાની શિવિર પર રોકેટ હુમલો
નવી દિલ્હી: ઇરાકની રાજધાની બગદાદના ઉત્તરમાં શિવિર પર અમેરિકી સેનાના શિવિર પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સોમવારના રોજ રાત્રીના સમયે આ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો.
ઇરાકે આ હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ગણાવ્યા છે. હુમલામાં હજુ સુધી કોઈ વિસ્તૃત માહિતી પ્રાપ્ત થઇ રહી નથી. દેશની વાયુ રક્ષા પ્રણાલીને મજબુત કરવા માટે સૈન્ય સૂત્ર આ પ્રયાસો કરી રહી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.
(11:55 am IST)