દેશ-વિદેશ
News of Tuesday, 29th September 2020

પાકિસ્તાનમાં કચરાના ગોડાઉનમાં આગ ભભુકતા પાંચ શખ્સોના મૃત્યુ

નવી દિલ્હી: ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનમાં એક કચરાના ગોડાઉનમાં વિસ્ફોટ થતા એક સાથે પાંચ શખ્સોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે તેમજ અન્ય એક શખ્સને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

            જિલ્લા પોલીસના અધિકારી નઝમુલ હસને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘટના ત્યારે બની હતી જયારે એક કર્મચારી એક મોટરને તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો તેમણે  જણાવ્યું છે કે વિસ્ફોટના કારણોસર આસપાસની દુકાનો પણ ક્ષતિગ્રસ્ત થઇ છે.

(6:27 pm IST)