News of Tuesday, 29th September 2020
હાઇડ્રોજન ઈંધણથી ઉડનાર દુનિયાનું પ્રથમ પેસેન્જર પ્લેન સોમવારના રોજ ભરશે બ્રિટનથી ઉડાન
નવી દિલ્હી: હાઈડ્રોજન ઈંધણથી ઉડનારા દુનિયાના પહેલા પેસેન્જર પ્લેને સોમવારે બ્રિટનમાંથી સફળ ટેકઓફ કર્યુ. આ વિમાનને વિમાનન ઉદ્યોગ માટે મોટી ક્રાંતિ તરીકે જોવામાં આવી રહ્યુ છે. વિશેષજ્ઞો અનુસાર આનાથી ના માત્ર વાયુ પ્રદૂષણમાં ઘટાડો થશે, પરંતુ જીવાશ્મ ઈંધણનો વિકલ્પ પણ મળી શકશે. આ વિમાનને બ્રિટિશ એરોસ્પેસ સ્ટાર્ટઅપ કંપની ZeroAvia એ ડિઝાઈન કર્યુ છે.
6 સીટ વાળા Piper M-ass પેસેન્જર વિમાને લંડનના ઉત્તરી વિસ્તારમાં લગભગ 50 માઈલનું અંતર નક્કી કરવા માટે ક્રેનફીલ્ડ એરપોર્ટથી ઉડાન ભરી. અહીં કંપનીની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સાઈટ છે. આ પહેલી તક હતી કે જ્યારે કોઈ વિમાને હાઈડ્રોજન ઈંધણની મદદથી ટેક ઑફ કરવાની સાથે શાનદાર લેન્ડિંગ પણ કર્યુ.
(6:26 pm IST)